પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
01 NOV 2025 2:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે રામદર્શ મિશ્રાનું નિધન હિન્દી અને ભોજપુરી સાહિત્ય જગત માટે એક અપૂર્ણ ક્ષતિ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને હંમેશા તેમની લોકપ્રિય રચનાઓ માટે સદૈવ યાદ કરવામાં આવશે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ રામદર્શ મિશ્રાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમનું નિધન હિન્દી અને ભોજપુરી સાહિત્ય માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમને હંમેશા તેમની લોકપ્રિય રચનાઓ માટે સદૈવ યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ!"
SM/GP/DK/JT
(Release ID: 2185166)
Visitor Counter : 12