પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કર્યું
Posted On:
04 OCT 2025 7:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ આજે કહ્યું કે બંધકોની મુક્તિના સંકેતો માનવતાવાદી અને રાજદ્વારી પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
પ્રધાનમંત્રીએ પ્રદેશમાં કાયમી અને ન્યાયપૂર્ણ શાંતિ માટે ફાળો આપતા તમામ પ્રયાસોને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
"ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું અમે સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિના સંકેતો મહત્વપૂર્ણ પગલાં છે.
ભારત કાયમી અને ન્યાયપૂર્ણ શાંતિ તરફના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે."
@realDonaldTrump
@POTUS
SM/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2174706)
Visitor Counter : 17
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam