નીતિ આયોગ
azadi ka amrit mahotsav

નીતિ આયોગે UNDPના સહયોગથી 09 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં 'નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI): સ્ટ્રેન્થનિંગ આઉટરીચ એન્ડ નેશનલ કેપેસિટી' વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું


વર્કશોપમાં ભારતની MPI યાત્રા અને MPIની ગણતરી પાછળની તકનીકી પદ્ધતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો

Posted On: 10 SEP 2025 2:41PM by PIB Ahmedabad

નીતિ આયોગ દ્વારા 9 સપ્ટેમ્બર 2025ના રોજ રાજ્ય સહાય મિશન હેઠળ નીતિ-રાજ્ય વર્કશોપ શ્રેણીના ભાગ રૂપે, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના સહયોગથી, 'નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI): સ્ટ્રેન્થનિંગ આઉટરીચ એન્ડ નેશનલ કેપેસિટી' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિષદમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ભારત સરકારના વિવિધ મંત્રાલયો, યુએન એજન્સીઓ (UNDP, UNRCO), અને થિંક ટેન્ક (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, IIT રૂરકી, NCAER, CEEW, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ અને નજ ઇન્સ્ટિટ્યૂટ)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી સુમન કે. બેરીની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્રમાં EAC-PMના ચેરમેન પ્રો. એસ. મહેન્દ્ર દેવ; નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલ; ભારતમાં યુએન રેસિડેન્ટ કોઓર્ડિનેટર શ્રી શોમ્બી શાર્પ; MoSPIના સચિવ ડૉ. સૌરભ ગર્ગ; OPHIના ડિરેક્ટર ડૉ. સબીના અલ્કીરે; અને નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી રાજીબ કુમાર સેન દ્વારા માર્ગદર્શક વક્તવ્યો આપવામાં આવ્યાં હતાં.  સત્રમાં ગરીબી ઘટાડવા, મજબૂત શાસન અને SDGsની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ ના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

પેનલ ચર્ચામાં રાજ્યોએ કેવી રીતે હાલમાં ડેટાનો ઉપયોગ સામાજિક સુરક્ષા અને ગરીબી નાબૂદી યોજનાઓ માટે લક્ષ્યાંક નિર્ધારણ માટે કરી રહ્યા છે, તેમજ પ્રયાસોમાં એમપીઆઈને કેવી રીતે શામેલ કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પેનલિસ્ટોએ વધુ અસરકારક, ડેટા આધારિત નિર્ણય લેવા માટેની કળા, સર્વેની આવૃત્તિ ઘટાડવાની જરૂરિયાત અને મોજુદા ડેટાને પૂરક બનાવવા અંગેના અભિપ્રાયો શેર કર્યા. તેમ તેઓએ વિવિધ પહેલો જેવા કે તમિલનાડુની મુખ્યમંત્રી નાસ્તા યોજના, ઉત્તર પ્રદેશની સંભવ અભિયાન, આંધ્ર પ્રદેશની ઝીરો પાવર્ટી - P4 અને ઓડિશાની સોશિયલ પ્રોટેક્શન ડિલિવરી પ્લેટફોર્મના અમલ અંગે અનુભવ વહેંચ્યો.

કાર્યશાળામાં નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સની ટેકનિકલ પદ્ધતિ અને ભારતની બહુમુખી ગરીબીના લીવ નો વન બિહાઇન્ડ (LNOB)” વિશ્લેષણ પર પણ એક સત્ર સામેલ હતું. અંતે Excelમાં નમૂનાકીય ડેટાનો ઉપયોગ કરીને એમપીઆઈ ગણતરી બતાવતો એક પ્રાયોગિક અભ્યાસ યોજાયો, જેના માધ્યમથી ભાગલેનારોએ આંકડાઓ પાછળ રહેલી સમજણ મેળવી.

SM/DK/GP/JD


(Release ID: 2165307) Visitor Counter : 2