કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કપાસની આયાત પર કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી

Posted On: 19 AUG 2025 6:04PM by PIB Ahmedabad

સરકારે સ્થાનિક કપાસના ભાવ સ્થિર કરવા અને કાપડ ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્યથી 19 ઓગસ્ટ, 2025થી 30 સપ્ટેમ્બર, 2025 સુધી કાચા કપાસની આયાત પરની તમામ કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપી છે. આમાં 5 ટકા બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD), 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ (AIDC) અને બંને પર 10 ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ દૂર કરવાનો સમાવેશ થાય છે. આનાથી કપાસ પરની કુલ આયાત ડ્યુટી ઘટીને 11 ટકા થશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા સૂચિત આ નિર્ણયથી યાર્ન, ફેબ્રિક, અપારેલ અને મેડ-અપ્સ સહિત ટેક્સટાઇલ મૂલ્ય શૃંખલામાં ઇનપુટ ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે અને ઉત્પાદકો અને ગ્રાહકો બંનેને જરૂરી રાહત મળશે.

આ મુક્તિ કાપડ ઉદ્યોગની સતત વધતી માંગને પૂર્ણ કરે છે. જે સરકારને સ્થાનિક બજારમાં વધતા ભાવ અને પુરવઠાની અછતને કારણે કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા વિનંતી કરી રહ્યું હતું. આ ડ્યુટીને કામચલાઉ ધોરણે માફ કરીને, સરકારનો ઉદ્દેશ્ય છે:

  • સ્થાનિક બજારમાં કાચા કપાસની ઉપલબ્ધતા વધારવી,
  • કપાસના ભાવ સ્થિર કરવા, જેનાથી ફિનિશ્ડ કાપડ ઉત્પાદનો પર ફુગાવાનું દબાણ ઓછું કરવું
  • ઉત્પાદન ખર્ચ ઘટાડીને ભારતીય કાપડ ઉત્પાદનોની નિકાસ સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવું.
  • કાપડ ક્ષેત્રના નાના અને મધ્યમ ઉદ્યોગો (SMEs)ને સુરક્ષિત કરવા, જે ભાવમાં વધઘટ માટે વધુ સંવેદનશીલ હોય છે.

આ પગલાથી સ્થાનિક કપાસના ભાવ પર સકારાત્મક અસર પડશે અને કાપડ અને વસ્ત્ર ક્ષેત્રના એકંદર સ્વાસ્થ્યને વેગ મળશે તેવી અપેક્ષા છે, જે દેશમાં રોજગાર અને નિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. વિવિધ કાપડ સંગઠનોએ 19 ઓગસ્ટ 2025થી કપાસની તમામ જાતોને 11 ટકા આયાત ડ્યુટીમાંથી મુક્તિ આપવાના સરકારના પગલાનું સ્વાગત કર્યું અને ઉદ્યોગની લાંબા સમયથી પડતર માંગને ધ્યાનમાં લેવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય કેન્દ્રીય કાપડ પ્રધાન શ્રી ગિરિરાજ સિંહનો આભાર માન્યો હતો.

SM/NP/GP/JD


(Release ID: 2158102)