નાણા મંત્રાલય
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) હેઠળ વિકલ્પનો ઉપયોગ કરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી
प्रविष्टि तिथि:
23 JUN 2025 5:55PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના પાત્ર કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 24 જાન્યુઆરી 2025ના રોજ સૂચના નંબર F. નં. FX-1/3/2024-PR દ્વારા સૂચિત કરવામાં આવી હતી.
આ માળખાને કાર્યરત કરવા માટે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ 19 માર્ચ 2025ના રોજ PFRDA (NPS હેઠળ યુનિફાઇડ પેન્શન સ્કીમનું સંચાલન) નિયમનો, 2025ને સૂચિત કર્યું હતું.
નિયમનો અનુસાર, પાત્ર વર્તમાન કર્મચારીઓ, ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણીત જીવનસાથીઓને વિકલ્પનો ઉપયોગ કરવા માટે ત્રણ મહિના એટલે કે 30 જૂન 2025 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ તેમના વિકલ્પનો ઉપયોગ કરવા માટે વિવિધ હિસ્સેદારો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પાત્ર વર્તમાન કર્મચારીઓ, ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારીઓના કાયદેસર રીતે પરિણીત જીવનસાથીઓ માટે UPS પસંદ કરવા માટેની કટ-ઓફ તારીખ ત્રણ મહિના એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2139040)
आगंतुक पटल : 10