યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયાએ ભારતની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કૅલેન્ડર શરૂ કર્યું


કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક ગેમ્સ 2036 માટે ગ્રાસરૂટ સ્પર્ધાઓ, પ્રતિભા ઓળખ અને તૈયારીઓને વેગ આપવા માટે વર્ષભરનું વ્યૂહાત્મક સમયપત્રક

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ (KIBG)ની પ્રથમ આવૃત્તિ 19 થી 25 મે 2025 દરમિયાન દીવમાં યોજાશે

Posted On: 18 MAY 2025 5:39PM by PIB Ahmedabad

દેશભરમાં પાયાના સ્તરે રમતગમત અને રમતવીરોના વિકાસને મજબૂત બનાવવાના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) એ ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ એક વ્યાપક વાર્ષિક કેલેન્ડર શરૂ કર્યું છે. આ પ્રયાસ સરકારના એક માળખાગત, સમાવિષ્ટ અને સ્પર્ધાત્મક રમતગમત ઇકોસિસ્ટમના નિર્માણના વિઝનને પ્રતિબિંબિત કરે છે, જે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને જોડે છે.

આ પહેલ વિશે બોલતા, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "ખેલો ઇન્ડિયા વાર્ષિક કેલેન્ડર માત્ર એક સમયપત્રક નથી,

 પરંતુ તે ભારતને વૈશ્વિક રમતગમત પાવરહાઉસમાં રૂપાંતરિત કરવા માટે ભારતના સ્થાનિક સ્પર્ધા માળખાને મજબૂત બનાવતી વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ છે."

ડૉ. માંડવિયાએ વધુમાં ઉમેર્યું, “છેલ્લા દાયકામાં, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતીય રમતોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અમે ખેલો ઇન્ડિયા પહેલ હેઠળ નિયમિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ સાથે ગતિશીલ અને સમાવિષ્ટ રમતગમત ઇકોસિસ્ટમ બનાવી છે. આ વિઝનને આગળ ધપાવતા, અમે ટૂંક સમયમાં સમગ્ર વર્ષ દરમિયાન ખેલો ઇન્ડિયા ગેમ્સ અને અન્ય સ્પર્ધાઓની શ્રેણી રજૂ કરીશું - જેમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ (KIBG), ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (KISG), ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ, ખેલો ઇન્ડિયા નોર્થ-ઇસ્ટ ગેમ્સ જેવા ફોર્મેટનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ્સ ભારતની યુવા પ્રતિભાને ઓળખવા, તેને ઉછેરવા અને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ રહેશે. સંરચિત સ્પર્ધાઓ, આખું વર્ષ જોડાણ અને સમગ્ર ભારતમાં ભાગીદારી દ્વારા, અમે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક ગેમ્સ 2036 માટે તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે સતત રમતગમત શ્રેષ્ઠતા માટે પાયો બનાવી રહ્યા છીએ. ભારત આગળ વધી રહ્યું છે, અને યુવાનો આ રમતગમત ક્રાંતિના કેન્દ્રમાં છે.”

ખેલો ઇન્ડિયા પ્લેટફોર્મમાં પહેલાથી જ ચાર સંગઠિત રાષ્ટ્રીય સ્તરની રમતોનો સમાવેશ થાય છે, જેમ કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ અને ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, જેને ખૂબ સફળતા મળી છે. આ ઇવેન્ટ્સ સંબંધિત રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSF) સાથે સહયોગથી યોજવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર તકનીકી આચરણ સુનિશ્ચિત કરે છે. સ્પષ્ટ ફીડર માર્ગો અને માળખાગત આયોજન સાથે, આ રમતો પ્રતિભા ઓળખ અને લાંબા ગાળાના રમતવીર વિકાસ માટે મુખ્ય પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.

આ મજબૂત પાયા પર નિર્માણ કરીને, મંત્રાલય હવે ખેલો ઇન્ડિયા છત્રનો વિસ્તાર કરી રહ્યું છે. જેથી ભારતના વિવિધ પ્રદેશોની વણખેડાયેલી ક્ષમતાઓને ઉજાગર કરવા અને દેશના વિશાળ અને વૈવિધ્યસભર પ્રતિભા પૂલને આગળ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવતા વધુ કાર્યક્રમોનો સમાવેશ થાય. આ વધારાની રમતો માત્ર પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપશે નહીં, પરંતુ રાષ્ટ્રીય રમતગમત પ્લેટફોર્મમાં ઐતિહાસિક રીતે ઓછું પ્રતિનિધિત્વ ધરાવતા શિસ્ત અને સમુદાયોને પણ દૃશ્યતા આપશે.

ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (KISG) પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે એક સ્તરીય માળખાને અનુસરશે, જે જિલ્લા સ્તરથી શરૂ થશે, રાજ્ય સ્તર સુધી જશે અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પરિણમશે. આ માળખું યુવા અને ઉભરતા રમતવીરોને પ્રારંભિક એક્સપોઝર પ્રદાન કરવા માટે રચાયેલ છે, જે તેમને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓના ધોરણોને પ્રતિબિંબિત કરતી માળખાગત, ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇવેન્ટ્સમાં ભાગ લેવાના અનુભવ માટે તૈયાર કરે છે.

ખેલો ઇન્ડિયા માર્શલ આર્ટ ગેમ્સ, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ અને ખેલો ઇન્ડિયા સ્વદેશી ગેમ્સ જેવી ઇવેન્ટ્સના સમાવેશનો હેતુ સ્વદેશી અને પરંપરાગત માર્શલ આર્ટ્સને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. આમાંની ઘણી રમતો, જેમ કે એશિયન ગેમ્સમાં દર્શાવવામાં આવેલી રમતો, ઊંડા સાંસ્કૃતિક મૂળ અને મજબૂત અનુયાયીઓ ધરાવે છે, અને હવે તેમને વ્યાપક માન્યતા અને વિકાસ માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સફળ અમલીકરણ અને લાંબા ગાળાની અસર સુનિશ્ચિત કરવા માટે, દરેક ખેલો ઇન્ડિયા ઇવેન્ટમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત યજમાન રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો હશે. આ અભિગમ સ્થાનિક રમતગમતના માળખાને મજબૂત બનાવવામાં, ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવામાં અને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવા માટે પ્રદેશોને તૈયાર કરવામાં મદદ કરશે. વધુમાં, આ ઇવેન્ટ્સ રમતગમત પ્રવાસનને વધારવા અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપવાની અપેક્ષા રાખે છે.

ચાલુ રમતગમત વર્ષમાં ત્રણ મુખ્ય ઇવેન્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં જમ્મુ અને કાશ્મીર અને ગુલમર્ગમાં યોજાઈ હતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ માર્ચ-એપ્રિલ 2025માં દિલ્હીમાં યોજાઈ હતી, અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મે 2025માં બિહારમાં ઉત્સાહપૂર્વક યોજાઈ હતી, જેનાથી ભારતના રમતગમતના ક્ષેત્રમાં રાજ્યની વધતી હાજરીને મજબૂતી મળી હતી. ત્રણેય ઇવેન્ટ્સમાં મજબૂત ભાગીદારી મળી હતી અને ખેલો ઇન્ડિયાની સમાવિષ્ટ અને વિસ્તરતી પહોંચ દર્શાવવામાં આવી હતી.

આ ગતિમાં વધારો કરતાં, ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ (KIBG)ની પ્રથમ આવૃત્તિ 19 થી 25 મે 2025 દરમિયાન દીવમાં યોજાવાની છે. આ સીમાચિહ્નરૂપ ઘટના દરિયાકાંઠા અને બીચ રમતો તરફ રાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરશે, જે એક અનોખું સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પ્રદાન કરશે અને સાથે સાથે પ્રદેશની પ્રવાસન ક્ષમતાને પણ ઉજાગર કરશે.

વર્ષના બાકીના સમય માટેના કેલેન્ડરમાં ઘણી મોટી ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, જેમ કે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (ઓગસ્ટથી ડિસેમ્બર), ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (માર્ચ-એપ્રિલ), વોટર સ્પોર્ટ્સ અને નોર્થ-ઇસ્ટ ગેમ્સ (મે-જૂન), ટ્રાઇબલ ગેમ્સ (છત્તીસગઢમાં સપ્ટેમ્બર), અને સ્વદેશી અને માર્શલ આર્ટ ગેમ્સ (તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જુલાઈ-ઓગસ્ટ). ફિટ ઇન્ડિયા કાર્નિવલ (ફેબ્રુઆરી, દિલ્હી), અસ્મિતા લીગ અને પીસ એન્ડ ડેવલપમેન્ટ લીગ પ્રવૃત્તિઓ જેવી પૂરક પહેલ પણ સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં ચાલશે.

આ કાળજીપૂર્વક રચાયેલ, પુરાવા-આધારિત કેલેન્ડર ભૂતકાળના અનુભવોમાંથી લેવામાં આવ્યું છે અને એકંદર આયોજન અને અસરકારકતા સુધારવા માટે મોસમી, પ્રાદેશિક અને રમત-ગમત-વિશિષ્ટ પરિબળોનો સમાવેશ કરે છે. તે પ્રાયોજકોને વધુ દૃશ્યતા પ્રદાન કરવા, મીડિયા જોડાણ આકર્ષવા અને પ્રવાસન અને યુવા ગતિશીલતા માટે તકો બનાવવા માટે પણ રચાયેલ છે. આ કાર્યક્રમોનું આયોજન કરવામાં રસ દર્શાવવા માટે રાજ્યોનો સંપર્ક કરવામાં આવશે અને બહુ-ઇવેન્ટ હોસ્ટિંગને સુવ્યવસ્થિત કરવા માટે એક સામાન્ય દરખાસ્ત પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે.

આ વિસ્તૃત અને સંરચિત અભિગમ દ્વારા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય એક ફિટ, સ્પર્ધાત્મક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત રમતગમત રાષ્ટ્ર બનાવવાના તેના વિઝનને ફરીથી સમર્થન આપવાનું ચાલુ રાખે છે. જે દરેક યુવા ખેલાડીને મોટા સપના જોવા, સખત તાલીમ લેવાની અને વિશ્વ મંચ પર ગર્વથી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપે છે.

AP/IJ/GP/JD


(Release ID: 2129464)