રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
azadi ka amrit mahotsav

કર્ણાટકના હુબલીમાં એક સગીરાના અપહરણ, બળાત્કાર અને હત્યા અને પોલીસ એન્કાઉન્ટરમાં ધરપકડ કરાયેલા આરોપીના મૃત્યુના અહેવાલ અંગે NHRC, ભારતે સ્વતઃ નોંધ લીધી


મુખ્ય સચિવ અને DGPને નોટિસ જારી કરીને ચાર અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ માંગ્યો

રિપોર્ટમાં બંને મૃતકોના પોસ્ટમોર્ટમ અને મેજિસ્ટ્રેટ તપાસ અહેવાલો સામેલ હોવાની અપેક્ષા

Posted On: 30 APR 2025 3:13PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC), એ કર્ણાટકના હુબલીમાં એક સગીરાના અપહરણ, બળાત્કાર અને હત્યા અને ધરપકડ કરાયેલા આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ અંગેના મીડિયા અહેવાલની સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ મુજબ, આ ઘટના 14 એપ્રિલ, 2025ના રોજ બની હતી.

આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો પીડિત સગીરા અને ધરપકડ કરાયેલા શંકાસ્પદ ગુનેગારના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન દર્શાવે છે, જે કથિત એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. તેથી કમિશને કર્ણાટક સરકારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ ફટકારી છે. જેમાં ચાર અઠવાડિયામાં આ મામલે વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. રિપોર્ટમાં બંને મૃતકોના પોસ્ટમોર્ટમ તપાસ અને મેજિસ્ટ્રેટ તપાસ અહેવાલો સામેલ હોવાની અપેક્ષા છે.

14 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત થયેલા મીડિયા અહેવાલ મુજબ, બાથરૂમમાંથી પીડિતાનો મૃતદેહ મળી આવ્યો પછી તરત જ ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ અશોક નગર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીની ધરપકડની માંગ કરી હતી. અહેવાલ મુજબ ઘટનાના થોડા કલાકોમાં જ પોલીસે તેને પકડી લીધો હતો અને પૂછપરછ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે તેણે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે તેને ગોળી વાગી હતી અને તે કારણે તેનું મૃત્યુ થયું હતું.

AP/IJ/GP/JD


(Release ID: 2125465) Visitor Counter : 23