સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુએ નિવૃત્તિ પછી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફનું પદ છોડ્યું

Posted On: 30 APR 2025 1:33PM by PIB Ahmedabad

લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુ લગભગ ચાર દાયકાની સેવા પૂર્ણ કર્યા પછી 30 એપ્રિલ, 2025ના રોજ ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (CISC) તરીકે પદ છોડ્યું. તેમન નિવૃત્તિના દિવસે તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાઉથ બ્લોક લૉન ખાતે તેમને ત્રિ-સેવાઓના ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

જનરલ ઓફિસર એપ્રિલ 2023 થી CISCના પદ પર હતા, જે ત્રણેય સેવાઓ વચ્ચે સંયુક્તતા અને સુમેળને પ્રોત્સાહન આપે છે. લેફ્ટનન્ટ જનરલ મેથ્યુએ આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિશ્વસનીય ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે સંરક્ષણ સાયબર એજન્સી અને સંરક્ષણ અવકાશ એજન્સીના વિસ્તરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ અને શિક્ષણવિદો સાથે ગાઢ સહયોગને પણ પ્રોત્સાહન આપ્યું, જે સરકારના આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે. ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને નેશનલ ડિફેન્સ એકેડેમીમાં મોટા સુધારાઓ અને અભ્યાસક્રમની સમીક્ષા કરવાથી લઈને મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા સુધી, તેમણે સશસ્ત્ર દળોમાં વિવિધતા અને સમાવેશ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પડોશી દેશો સાથે સંરક્ષણ સહયોગ જાળવવા અને પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, લેફ્ટનન્ટ જનરલ મેથ્યુએ વિવિધ મંચો પર ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વધુમાં, તેમણે સશસ્ત્ર દળોની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત ક્ષમતાઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ડિસેમ્બર 1985માં પંજાબ રેજિમેન્ટમાં કમિશન પામેલા જનરલ ઓફિસર 9 જાન્યુઆરી, 2022ના રોજ રેજિમેન્ટના કર્નલ બન્યા. તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2125429) Visitor Counter : 26