પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

દરિયાકિનારાનાં રાજ્યોની મત્સ્યપાલન બેઠક 2025 : કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે મુંબઈમાં રૂ. 255 કરોડનાં મૂલ્યનાં પ્રોજેક્ટનો શુભારંભ કર્યો; માછીમારોને સૌપ્રથમ એક્વા ઇન્શ્યોરન્સનો એવોર્ડ


પાંચમી દરિયાઈ મત્સ્યઉદ્યોગ ગણતરી ડિજિટલ થઈ: VyAS-NAV એપ સક્ષમ ટેબ્લેટ્સનું વિતરણ; જહાજ સંચાર અને સપોર્ટ સિસ્ટમ માટે ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ અને SOP પર માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી

Posted On: 28 APR 2025 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય (એમઓએફએ અને ડી) અને પંચાયતી રાજ મંત્રાલયનાં મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહની અધ્યક્ષતામાં  આજે 28 એપ્રિલ, 2025નાં રોજ મુંબઈમાં "દરિયાકિનારાનાં રાજ્યોનાં મત્સ્યપાલન સંમેલન: 2025"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી, એમઓએફએએચએન્ડડી તથા પંચાયતી રાજ મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ પી સિંહ બઘેલ તથા એમઓએફએએચએન્ડડી તથા લઘુમતી બાબતોનાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી શ્રી જ્યોર્જ કુરિયન તેમજ કેટલાંક દરિયાકિનારાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રાજ્યપાલો અને મત્સ્યપાલોની ઉપસ્થિતી પણ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) હેઠળ રૂ.255 કરોડનાં કુલ ખર્ચ સાથે દરિયાકિનારાનાં 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મુખ્ય પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પાંચમી દરિયાઈ મત્સ્યપાલન ગણતરીની કામગીરી, ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ પર પીએમએમએસવાય માર્ગદર્શિકા અને જહાજ સંચાર અને સહાયક પ્રણાલી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવા જેવી મુખ્ય પહેલોનો પણ દરિયાકાંઠાનાં રાજ્યોની મત્સ્યપાલન બેઠકમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ આ પ્રસંગે ડિજિટલ એપ્લિકેશન VyAS-NAV સાથે સક્ષમ ટેબ્લેટ્સનું વિતરણ પણ કર્યું હતું અને આ પ્રસંગે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (પીએમ-એમકેએસએસવાય) હેઠળ લાભાર્થીઓને સૌપ્રથમ એક્વા ઇન્શ્યોરન્સ (વન ટાઇમ ઇન્સેન્ટિવ સેંકશન-કમ-રિલિઝ ઓર્ડર)  એનાયત  કર્યો હતો. આજે 5મી મરીન સેન્સસ કામગીરીની શરૂઆત થઈ છે. જેમાં સુપરવાઇઝર્સની તાલીમ, ગામવાર ડેટા ગણતરીકારોને ભરતી અને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ 3 મહિનામાં ફેલાયેલી વાસ્તવિક વસ્તી ગણતરીની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ સમગ્ર કામગીરી ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/F-1Q412.jpg

 

પાંચમી દરિયાઈ મત્સ્યઉદ્યોગ ગણતરી ડિજિટલ થઈ: VyAS-NAV એપ

ભારતની પાંચમી મરીન ફિશરીઝ સેન્સસ (એમએફસી 2025) માટે એક મુખ્ય પ્રારંભિક પગલામાં, પારદર્શકતા અને કાર્યદક્ષતા વધારવાના હેતુથી ડિજિટલ આધારિત ડેટા કલેક્શન માટે એક મોબાઇલ એપ્લિકેશન VyAS-NAV શરૂ કરવામાં આવી છે. પરંપરાગત પદ્ધતિથી જીઓ-સંદર્ભિત, એપ્લિકેશન-આધારિત ડિજિટલ સિસ્ટમ તરફના બદલાવને ચિહ્નિત કરતા, એમએફસી 2025 દેશભરમાં 1.2 મિલિયન ઘરોને આવરી લેશે, જે વાસ્તવિક-સમયની માન્યતા લાવશે. આ વિશાળ કવાયતનું સંકલન પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) હેઠળ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં મત્સ્યપાલન વિભાગ (ડીઓએફ) દ્વારા કરવામાં આવ્યું છે. VyAS-NAV આઇસીએઆર-સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીએમએફઆરઆઈ) દ્વારા વિકસાવવામાં આવી હતી. જે નવ દરિયાકાંઠાના રાજ્યોમાં દરિયાઇ મત્સ્યઉદ્યોગની વસ્તી ગણતરીના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે. VyAS-NAV  એપ્લિકેશનનો ઉપયોગ સુપરવાઇઝર્સ દ્વારા ફિશિંગ વિલેજ, ફિશ લેન્ડિંગ સેન્ટર્સ અને ફિશિંગ હાર્બર્સના ફિલ્ડ વેરિફિકેશન માટે કરવામાં આવશે. વસ્તી ગણતરીના ફ્રેમના વ્યાપક કવરેજ અને ચોકસાઈની ખાતરી કરવા તરફનું આ એક પાયાનું પગલું છે. આ એપ્લિકેશનમાં પ્રાથમિક અને ગૌણ સ્રોતોના આધારે ગામોના સારાંશનું ચિત્ર રેકોર્ડ કરવાની સુવિધાઓ છે. સુપરવાઈઝર્સ સીએમએફઆરઆઈ, ફિશરી સર્વે ઓફ ઈન્ડિયા અને દરિયાકાંઠાના રાજ્યોમાં મત્સ્યઉદ્યોગ વિભાગોના કર્મચારીઓ છે.

 

દરિયાઈ મત્સ્યપાલન ગણતરી વિશે – 2025

મરીન ફિશરીઝ સેન્સસ (એમએફસી) -2025માં દરેક દરિયાઇ માછીમાર પરિવાર, માછીમારી ગામ, ફિશિંગ ક્રાફ્ટ અને ગિયર, તેમજ દેશભરમાં ફિશિંગ હાર્બર અને ફિશ લેન્ડિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલી માળખાગત સુવિધાઓના સંપૂર્ણ, ચોક્કસ અને સમયસર દસ્તાવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભૂતકાળથી વિપરીત, સીએમએફઆરઆઈ દ્વારા બનાવવામાં આવેલી કસ્ટમાઇઝ્ડ મોબાઇલ અને ટેબ્લેટ-આધારિત એપ્લિકેશન્સનો ઉપયોગ મેન્યુઅલ ભૂલોને ઘટાડવા અને નીતિ-સ્તરના ઉપયોગ માટે ડેટા સંકલનને વેગ આપવા માટે ડેટા એકત્રીકરણ માટે કરવામાં આવશે. આ એમએફસી એ એક પ્રક્રિયા છે, જે ફીલ્ડ ઓપરેશન્સના સિગ્નલિંગથી શરૂ થાય છે અને રિપોર્ટિંગ સાથે સમાપ્ત થાય છે. સંદર્ભ અવધિ જ્યાં ઘરગથ્થુ ગણતરી થાય છે તે મુખ્ય પ્રવૃત્તિ છે. આ કિસ્સામાં તે નવેમ્બર - ડિસેમ્બર 2025 છે. આ પ્રક્રિયાના વિવિધ ઘટકોને વસ્તી ગણતરીની કામગીરી તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી, આવી ઘણી પ્રવૃત્તિઓનું આયોજન પૂર્વ-મુખ્ય વસ્તી ગણતરીના તબક્કામાં કરવામાં આવ્યું છે. તેમાંની પ્રથમ બાબત એ છે કે, આજે મરીન ફિશરીઝ ગામોની માન્યતાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પછી વર્કશોપનો એક રાઉન્ડ શરૂ થશે. ત્યારબાદ તાલીમના બે રાઉન્ડ થશે. આ બધા, દરિયાઇ મત્સ્યઉદ્યોગ વસ્તી ગણતરીનો એક ભાગ છે. સમયના વિવિધ તબક્કે આશરે 3500 ગામો અને 1.2 મિલિયન ઘરોને આ કવાયતમાં આવરી લેવામાં આવશે. ગામની ગણતરીને મે-જૂન સુધીમાં આખરી ઓપ આપવામાં આવશે. જ્યારે પરિવાર સ્તરના ડેટા અને અન્ય સુવિધાઓને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન આવરી લેવામાં આવશે. જે ગામના અને સંભવતઃ માછીમારી સમુદાયના ગણતરીકારો દ્વારા કરવામાં આવશે. ટૂંકમાં, કામગીરી એપ્રિલથી ડિસેમ્બર સુધી ચાલે છે. ગામની યાદીને આખરી ઓપ આપવા અને ઉતરાણ કેન્દ્રોના ડેટાને સીએમએફઆરઆઈ, એફએસઆઈ અને ડીઓએફના સ્ટાફ દ્વારા આવરી લેવામાં આવશે અને આજથી તેની શરૂઆત થઈ ગઈ છે. નવેમ્બર-ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી મુખ્ય પ્રવૃત્તિમાં, ખાસ કરીને સ્થાનિક સમુદાયમાંથી પ્રશિક્ષિત ગણતરીકારોનો સમાવેશ થાય છે. જે સ્માર્ટ ઉપકરણો સાથે દરેક દરિયાઇ માછીમારોના ઘરની મુલાકાત લે છે. આ પહેલા એક મજબૂત પ્રારંભિક તબક્કો આવે છે. માછીમારોની વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક સ્થિતિ, વૈકલ્પિક આજીવિકાના વિકલ્પો અને સરકારી યોજનાઓ તેમની સ્થિતિને કેવી રીતે અને ક્યાં પ્રભાવિત કરી શકે છે. જેવી વધુ સારી વિગતો રેકોર્ડ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ તમામ એક મજબૂત ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે. અધિકારીઓ ગણતરીકારોને ડિજિટલ ડેટા કલેક્શનમાં તાલીમ આપશે અને VyAS-NAVનો ઉપયોગ કરીને ગામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતોને માન્યતા આપશે.

 

પ્રવૃત્તિઓ અને સમયરેખાનો સારાંશ:

સમયરેખા

પ્રવૃત્તિ

21 નવેમ્બર, 2024

વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણી દરમિયાન સત્તાવાર જાહેરાત અને મંજૂરી

નવેમ્બર 2024 – એપ્રિલ 2025

પ્રારંભિક કાર્ય: શેડ્યૂલ ફાઇનલાઇઝેશન, VyAS-NAV એપ્લિકેશનનો વિકાસ અને પ્રાથમિક પાયાનું કામ

એપ્રિલ 2025 – નવેમ્બર 2025

પૂર્વ-વસ્તી ગણતરી પહેલાના દરિયાઇ માછીમારી ગામની યાદી માન્યતા, ગણતરીકારની ઓળખ, સ્ટાફ ભરતી, સુપરવાઇઝર્સ /ગણતરીકારોની તાલીમ, એપ્લિકેશન વિકાસ અને પરીક્ષણ, ક્રાફ્ટ એન્ડ ગિયર વસ્તી ગણતરી (બંદરો અને ઉતરાણ કેન્દ્રોમાં)

નવેમ્બર - ડિસેમ્બર 2025

45-દિવસીય સંપૂર્ણ-સ્કેલ દરિયાઇ મત્સ્યપાલન વસ્તી ગણતરી ક્ષેત્ર કવાયત - ગણતરીકારો જિલ્લા, રાજ્ય, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે દેખરેખ હેઠળ ઓળખ કરાયેલા દરિયાઇ માછીમારી ગામોમાં દરેક દરિયાઇ મત્સ્યપાલન પરિવારની મુલાકાત લેશે

 

દરિયાઈ માછીમારીના ગામોની સંખ્યા, વસ્તી ગણતરી 2016

રાજ્ય

માછીમારી
કરતા ગામો

પશ્ચિમ બંગાળ

171*

ઓડિશા

739

આંધ્ર પ્રદેશ

533

તમિલનાડુ

575

પુડ્ડુચેરી

39

કેરળ

220

કર્ણાટક

162

ગોવા

41

મહારાષ્ટ્ર

526

ગુજરાત

280

દમણ અને દીવ

12

લક્ષદ્વીપ

10

આંદામાન અને નિકોબાર

169

કુલ

3477

* ગામડાઓનો ઉલ્લેખ પશ્ચિમ બંગાળમાં ખરેખર ગ્રામ પંચાયતનો અર્થ દર્શાવે છે.

 

એક્વાકલ્ચર ઇન્શ્યોરન્સ વિશે

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી પેટાયોજના પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (પીએમ-એમકેએસએસવાય) એક વ્યાપક જળચરઉછેર વીમો પ્રદાન કરે છે. જળચરઉછેર વીમો જોખમોને ઘટાડવા અને ખાસ કરીને નાના અને હાંસિયામાં ધકેલાયેલા ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ (એનએફડીપી)ના માધ્યમથી આ પેટાયોજના વીમાની સાતત્યપૂર્ણ ડિજિટલ સુલભતા પૂરી પાડે છે. જે માછીમારો અને મત્સ્યપાલક ખેડૂતોની આવકને અનપેક્ષિત નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ત્યારે મત્સ્યપાલન ક્ષેત્રમાં વધુ સારા ટ્રેકિંગ અને ઔપચારિકતાને પ્રોત્સાહન પણ આપે છે. લાયક લાભાર્થીઓમાં રજિસ્ટર્ડ એક્વાફાર્મર્સ, કંપનીઓ, સોસાયટીઓ, સહકારી મંડળીઓ, ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફએફપીઓ) અને મત્સ્યપાલન વિભાગ દ્વારા ઓળખ કરવામાં આવેલી મત્સ્યપાલન મૂલ્ય શૃંખલામાં સામેલ અન્ય સંસ્થાઓ સામેલ છે. પુનઃપરિભ્રંશીય જળચરઉછેર પ્રણાલી જેવી સઘન જળચરઉછેર પ્રણાલીઓ માટે, પ્રીમિયમ 1800 મીટર માટે ખેડૂત દીઠ ₹1 લાખ જેટલું મર્યાદિત કરવામાં આવે છે. ખેડૂતો મૂળભૂત વીમા વચ્ચે પસંદગી કરી શકે છે. જે કુદરતી આપત્તિઓ અને અન્ય પેરામેટ્રિક જોખમોથી થતા નુકસાનને આવરી લે છે અને કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ, જેમાં મૂળભૂત વીમા અને રોગ કવરેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને મહિલા લાભાર્થીઓ વધારાના 10 ટકા પ્રોત્સાહન માટે પાત્ર છે. જે સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. વીમો ફક્ત એક જ પાક ચક્રને આવરી લે છે, જેનાથી આવક સ્થિર થાય છે અને જળચરઉછેરમાં રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે પહેલી વખત એક્વા ઇન્શ્યોરન્સ રજૂ કર્યું છે. જેમાં એક્વાફાર્મર્સને સમર્પિત નાણાકીય સુરક્ષા આપવામાં આવી છે. આ સીમાચિહ્નરૂપ પહેલ મત્સ્યપાલન ક્ષેત્રમાં વંચિત સમુદાયો માટે લક્ષિત વીમા કવચ, ડિજિટલ સુલભતા અને કેન્દ્રિત સમર્થનની ખાતરી આપે છે. આજે જે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમાં તમિલનાડુનાં શ્રી ડી આર રવિકુમાર, શ્રી મોહન સાથિયામૂર્તિ, શ્રી શિવરામકૃષ્ણન, શ્રી શિવરામકૃષ્ણન, શ્રી પટણાલા સુબ્રહ્મણ્યમ, આંધ્રપ્રદેશ, શ્રી પેંકી રવિ કુમાર, આંધ્રપ્રદેશ, શ્રી ચિલુવુરી રવિ તેજા અને આંધ્રપ્રદેશનાં શ્રી કોરાપતિ વેંકટા સુબ્બા લક્ષ્મી સામેલ હતાં.

ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ પર PMMSY માર્ગદર્શિકા માટે: અહીં ક્લિક કરો

AP/J/GP/JD


(Release ID: 2124906) Visitor Counter : 27