રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઇસ્ટરની પૂર્વ સંધ્યા પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

પોસ્ટેડ ઓન: 19 APR 2025 3:45PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઇસ્ટરની પૂર્વ સંધ્યા પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ એક સંદેશમાં કહ્યું છે કે, “ઇસ્ટરના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ભગવાન ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની યાદમાં ઇસ્ટરનો પવિત્ર તહેવાર નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાનો સંદેશ આપે છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપણને ત્યાગ અને ક્ષમાના મૂલ્ય શીખવે છે. તેમનું જીવન માનવતાને સત્ય, ન્યાય અને કરુણાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે.

આ આનંદદાયક પ્રસંગે, ચાલો આપણે તેમના જીવન-મૂલ્યો અપનાવીએ અને સમાજમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપીએ”.

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2122911) મુલાકાતી સંખ્યા : 112