પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોનિક વાતચીત કરી
નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરી
નેતાઓએ આગામી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન નોર્વેમાં તેમની મુલાકાત અંગે આતુરતા દર્શાવી
Posted On:
15 APR 2025 6:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.
2020માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, બન્ને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના વિસ્તરણની નોંધ લીધી હતી.જેણે ગ્રીન ટ્રાન્ઝિશનમાં ફાળો આપવા માટે ભારતમાં ડેનિશ રોકાણો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવી છે. નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં નોર્વેમાં યોજાનારી ત્રીજી ભારત-નોર્ડિક સમિટ અને તે સમયે પ્રધાનમંત્રી ફ્રેડરિકસેન સાથેની તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.
AP/IJ/GP/JD
(Release ID: 2121938)
Visitor Counter : 35