પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને યુએઈના સંરક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રીએ ગયા વર્ષે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લીધો હતો તે UAEની મુલાકાતને યાદ કરી

પીએમએ UAEના નેતૃત્વને હાર્દિક શુભેચ્છા પાઠવી

પીએમએ ટિપ્પણી કરી કે તેમની મુલાકાત ભારત અને UAE વચ્ચેના મજબૂત અને ઐતિહાસિક સંબંધોમાં પેઢી દર પેઢી સાતત્ય દર્શાવે છે

તેઓએ વેપાર, રોકાણો, સંરક્ષણ, ઉર્જા, ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોમાં ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી

પીએમએ UAEમાં રહેતા 4.3 મિલિયન ભારતીયોના કલ્યાણની ખાતરી કરવા બદલ UAEના નેતૃત્વનો આભાર માન્યો

Posted On: 08 APR 2025 4:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈના પ્રિન્સ, યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી મહામહિમ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમનું સ્વાગત કર્યું હતું.

ગયા વર્ષે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લીધો હતો તે દરમિયાન યુએઈની તેમની મુલાકાતને યાદ કરતા, પ્રધાનમંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને યુએઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસક મહામહિમ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ પ્રત્યે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, તેમની મુલાકાત ભારત અને યુએઈ વચ્ચે મજબૂત અને ઐતિહાસિક સંબંધોમાં પેઢીગત સાતત્યનો સંકેત આપે છે, જેમાં પારસ્પરિક વિશ્વાસ પર આધારિત સ્થાયી ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે સહિયારા દ્રષ્ટિકોણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

તેમણે ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો, ખાસ કરીને વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા, ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત અને લોકો વચ્ચેનાં સંબંધો પર ચર્ચા કરી હતી,

પ્રધાનમંત્રીએ યુએઈમાં રહેતા આશરે 4.3 મિલિયન ભારતીયોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા બદલ યુએઈના નેતૃત્વનો આભાર માન્યો હતો અને બંને દેશો વચ્ચેના જીવંત સંબંધોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારી હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2120088) Visitor Counter : 38