સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ટ્રાઈના નામે આવતા ફ્રોડ કોલ્સથી સાવચેત રહો
Posted On:
07 APR 2025 4:45PM by PIB Ahmedabad
તાજેતરના સમયમાં એવા અનેક મીડિયા અહેવાલો સામે આવ્યા છે કે છેતરપિંડી કરનારાઓ ખુદને ટ્રાઇના અધિકારીઓ તરીકે રજૂ કરીને ગ્રાહકોને ટેલિફોનિક કોલ અથવા સંદેશાઓ દ્વારા તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું અને પૈસા કઢાવવા માટે મોબાઇલ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે.
આ સંદર્ભમાં, એવી માહિતી આપવામાં આવે છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ગ્રાહકો સાથે મોબાઇલ નંબર ડિસકનેક્શન સંબંધિત સંવાદ શરૂ કરતી નથી. ટ્રાઇએ આ પ્રકારના હેતુઓ માટે કોઇ થર્ડ પાર્ટી એજન્સીને ગ્રાહકોનો સંપર્ક કરવાની સત્તા પણ આપી નથી. તેથી ટ્રાઇના હોવાનો દાવો કરતા અને મોબાઇલ નંબર ડિસકનેક્શનની ધમકી આપતા કોઈપણ પ્રકારના સંદેશાવ્યવહાર (કોલ, સંદેશ અથવા નોટિસ)ને સંભવિત છેતરપીંડીનો પ્રયાસ સમજવો જોઈએ અને એના અંગે સાચું માનવું જોઈએ નહી.
બિલિંગ, KYC અથવા દુરુપયોગને કારણે કોઈપણ મોબાઇલ નંબરનું ડિસ્કનેક્શન સંબંધિત ટેલિકોમ સેવા પ્રદાતા (TSP) દ્વારા કરવામાં આવે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતર્ક રહે અને શંકાસ્પદ છેતરપિંડી કરનારાઓનો શિકાર બનવાથી ગભરાશો નહીં. તેમને વધુમાં સલાહ આપવામાં આવે છે કે તેઓ સંબંધિત TSPના અધિકૃત કોલ સેન્ટરો અથવા ગ્રાહક સેવા કેન્દ્રોનો સંપર્ક કરીને આવા કોલનું ક્રોસ-વેરિફિકેશન કરે.
સાયબર ક્રાઇમ અને ફાઇનાન્સિયલ ફ્રોડ માટે ટેલિકોમ રિસોર્સિસના દુરુપયોગને રોકવા માટે, નાગરિકોને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સંચાર સાથી પ્લેટફોર્મ પર ચક્ષુ સુવિધા દ્વારા શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ https://sancharsaathi.gov.in/sfc/ પર એક્સેસ કરી શકાય છે. સાયબર ક્રાઇમના પુષ્ટિ થયેલા કિસ્સાઓ માટે, પીડિતોએ નિર્ધારિત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર '1930' પર અથવા https://cybercrime.gov.in/ પરની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઘટનાની જાણ કરવી જોઈએ.
AP/IJ/GP/JD
(Release ID: 2119800)
Visitor Counter : 32