વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

GeM સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં સ્ટાર્ટઅપ પાવરનું પ્રદર્શન કરે છે, ઇનોવેશન-સંચાલિત ભારત માટે નવા વિકાસના માર્ગો ખોલે છે


GeM પેવેલિયનમાં મોટા પાયે લોકોની અવરજવર જોવા મળે છે, 2500થી વધુ પ્રશ્નો ઉકેલાયા છે, 1000થી વધુ રજિસ્ટ્રેશન પૂર્ણ થયા

Posted On: 06 APR 2025 10:05AM by PIB Ahmedabad

સ્ટાર્ટઅપ મહાકુંભ 2025 શનિવારે નવી દિલ્હીમાં સંપન્ન થયો હતો, જેમાં નોંધપાત્ર ભાગીદારી દર્શાવવામાં આવી હતી અને ભારતની ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમની વધતી તાકાતને પ્રકાશિત કરવામાં આવી હતી. મુખ્ય સહભાગીઓમાં ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM)નો સમાવેશ થાય છે, જેણે સ્ટાર્ટઅપ વૃદ્ધિને ટેકો આપવા માટે તેની ભૂમિકા દર્શાવી હતી અને નવીનતા અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના સાધન તરીકે જાહેર ખરીદીની સંભવિતતા પર ભાર મૂક્યો હતો.

વ્યૂહાત્મક પ્રસ્તુત ભાગીદાર તરીકે, GeMએ ઇવેન્ટ દરમિયાન વિવિધ સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાણ કર્યું હતું. તેની ભાગીદારી સરકારી બજારો સુધી પહોંચવાની સુવિધા આપીને, નવી તકોને પ્રોત્સાહિત કરીને અને ભારતના વ્યાપક વિઝનમાં યોગદાન આપીને ભારતીય સ્ટાર્ટઅપ્સના વિકાસને ટેકો આપવાના સતત પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.

આ ઇવેન્ટમાં સેક્ટર-ફોકસ્ડ પેવેલિયન જોવા મળ્યા હતા, જેણે ડીપટેક, એગ્રીટેક, બાયોટેક, મેડટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગેમિંગ અને અન્યમાં ભારતની તાકાતની ઉજવણી કરી હતી. GeMની હાજરીએ નવપ્રવર્તકો અને સરકારી ખરીદદારો વચ્ચેના અંતરને દૂર કરવાના તેના મિશનને રેખાંકિત કર્યું હતું, જે ઝડપી સ્કેલ, બજારની માન્યતા અને ભારતની વૈશ્વિક નવીનતાની સ્થિતિમાં અર્થપૂર્ણ યોગદાનને સક્ષમ બનાવશે.

મહાકુંભમાં GeMની અસરને ઉચ્ચ-ઊર્જા પેનલ ચર્ચા દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવી હતી, જેણે ભરચક પ્રેક્ષકોને આકર્ષ્યા હતા અને GeM અગ્રણીઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને નીતિઘડવૈયાઓની તીક્ષ્ણ સૂઝ દર્શાવી હતી. પેનલમાં મુખ્ય વિષયો આવરી લેવામાં આવ્યા હતા જેમ કે:

  • ચાર્ટિંગ ઇન્ડિયાઝ ગ્રોથ સ્ટોરી
  • સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યની ખરીદીને પ્રોત્સાહન આપવું
  • એક સેવા તરીકે ઉભરતી ટેકનોલોજી
  • GeM કેટેગરીઝ મારફતે સ્ટાર્ટઅપ ગ્રોથને આગળ ધપાવવું
  • કેન્દ્ર સરકારના ખરીદદારો સાથે તકો ખોલવી

આ સત્રોએ જાહેર ખરીદીને ભારતની આગામી પેઢીના ઉદ્યોગસાહસિકો માટે લોન્ચપેડમાં પરિવર્તિત કરવામાં GeMની ભૂમિકાને મજબૂત કરી.

ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM)ના સીઇઓ શ્રી અજય ભાદુએ સરકાર-સ્ટાર્ટઅપ સહયોગના વિષય પર બોલતા કહ્યું હતું કે, "ચાલો આપણે સાથે મળીને કામ કરીએ અને સ્ટાર્ટઅપ વૃદ્ધિ, સર્વસમાવેશક વિકાસ અને ભારત માટે સરકારી ખરીદીની સાચી સંભવિતતાને ખોલીએ."

તેમના મુખ્ય સંબોધનમાં નવીન હોમગ્રોન સોલ્યુશન્સ સ્કેલ કરવામાં અને નીતિ-સંચાલિત તકો સાથે સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે GeM જેવા પ્લેટફોર્મની પરિવર્તનશીલ સંભવિતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ત્રણ-દિવસીય ઇવેન્ટ દરમિયાન, GeM2500થી વધુ સ્ટાર્ટઅપ પ્રશ્નોના જવાબ આપ્યા હતા, 1000થી વધુ સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન અને કેટલોગિંગની સુવિધા આપી હતી અને 1500થી વધુ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું જેમાં વન-ઓન-વન મેન્ટરિંગ અને ગ્રૂપ એન્ગેજમેન્ટનો સમાવેશ થાય છે- જેમાં GeMની લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (એલએમએસ) મારફતે ઓનબોર્ડિંગ અને કૌશલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

GeMના પેવેલિયનમાં 70થી વધુ નવીન સ્ટાર્ટઅપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં GeMના સ્ટાર્ટ--નૌટ્સ ચેલેન્જના વિજેતાઓને વિના મૂલ્યે 30 સ્ટાર્ટઅપ પોડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જીઈએમે 30000થી વધુ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 38500 કરોડથી વધુના વ્યવહારો કર્યા છે, જેણે ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમમાં એક સાચા ઉત્પ્રેરક તરીકેની પોતાની સ્થિતિને મજબૂત કરી છે.

AP/IJ/GP/JD


(Release ID: 2119583) Visitor Counter : 38