રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે ભારતીય રેલવેમાં ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી


લાઇનની ક્ષમતા વધારવા માટે, ભારતીય રેલવે મુસાફરો અને માલસામાન બંનેના અવિરત અને ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવાના હેતુથી ચાર મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સ હાથ ધરવાની યોજના ધરાવે છે; આ પહેલો મુસાફરીની સુવિધામાં સુધારો કરશે, લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરશે, તેલની આયાતમાં ઘટાડો કરશે અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરશે, ટકાઉ અને કાર્યક્ષમ રેલવેની કામગીરીને ટેકો આપશે

આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ કોલસો, આયર્ન ઓર અને અન્ય ખનિજો માટેના મુખ્ય માર્ગો પર લાઇન ક્ષમતા વધારીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. આ સુધારાઓ પુરવઠા શૃંખલાને સુવ્યવસ્થિત કરશે અને આ રીતે ઝડપી આર્થિક વૃદ્ધિમાં પ્રદાન કરશે
આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 18,658 કરોડ છે અને વર્ષ 2030-31 સુધી પૂર્ણ થશે

આ પ્રોજેક્ટ નિર્માણ દરમિયાન આશરે 379 લાખ માનવ-દિવસ માટે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન પણ કરશે

Posted On: 04 APR 2025 3:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની ચાર પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,658 કરોડ (અંદાજે) છે. ત્રણ રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને છત્તીસગઢમાં 15 જિલ્લાઓને આવરી લેતી આ ચાર યોજનાઓથી ભારતીય રેલવેનાં હાલનાં નેટવર્કમાં આશરે 1247 કિલોમીટરનો વધારો થશે.

આ પ્રોજેક્ટ્સમાં સામેલ છેઃ

  1. સંબલપુર - જરાપડા ત્રીજી અને ચોથી લાઇન
  2. ઝારસુગુડા સોસન ત્રીજી અને ચોથી લાઇન
  • iii. ખર્સિયા - નયા રાયપુર - પરમલકાસા 5મી અને 6ઠ્ઠી લાઇન
  • iv. ગોંદિયા બલહરશાહ ડબલિંગ

સંવર્ધિત લાઇન ક્ષમતાથી ગતિશીલતામાં સુધારો થશે, જે ભારતીય રેલવે માટે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને ખૂબ જ જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને રોજગારી/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે.

આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગાતી શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ પ્રોજેક્ટ સાથે 19 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ (ગડચિરોલી અને રાજનાંદગાંવ)ની કનેક્ટિવિટીમાં વધારો કરશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી આશરે 3350 ગામડાઓ અને આશરે 47.25 લાખની વસતિ વચ્ચે જોડાણ વધશે.

ખરસિયા - નયા રાયપુર પરમલકાસા બાલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી આ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ્સ સહિત નવા ઔદ્યોગિક એકમોની સ્થાપનાની સંભાવનાઓ ઊભી થશે.

કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 88.77 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાનો વધારાનો નૂર પરિવહન થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (95 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (477 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 19 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

AP/JY/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2118762) Visitor Counter : 36