પર્યાવરણ અને વન મંત્રાલય
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ નવી દિલ્હીમાં પર્યાવરણ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નેશનલ કોન્ફરન્સ – 2025નું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આબોહવામાં કામગીરી અને સ્થાયી વિકાસ માટે ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો
બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પર્યાવરણને લગતા ગંભીર મુદ્દાઓ, નીતિગત ખામીઓ પર ચર્ચા થશે અને સ્થાયી વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળશે
Posted On:
29 MAR 2025 6:56PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 'પર્યાવરણ – 2025' પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, માનનીય ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશ શ્રી આર. વેંકટરામાણી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના અધ્યક્ષ આદરણીય ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને હિતધારકો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ પરિષદમાં અગ્રણી મહાનુભાવો, કાનૂની નિષ્ણાતો, પર્યાવરણવાદીઓ અને નીતિઘડવૈયાઓની ભાગીદારી જોવા મળી હતી.

ઉદઘાટન સત્રને સંબોધતા માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ પર્યાવરણના સંરક્ષણ સાથે વિકાસને સંતુલિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વિનાશને અટકાવવાની સાથે સાથે પ્રગતિ સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આવનારી પેઢીઓને સ્વચ્છ વાતાવરણનો વારસો પૂરો પાડવો એ આપણી નૈતિક જવાબદારી છે. (વિસ્તૃત અખબારી યાદીઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2116543)
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે 'સર્વ ભવન્તુ સુખીન:' મંત્રને ટાંક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ ભારતીય નીતિમાં છે. તે વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, પર્વતો, નદીઓ અને પર્યાવરણના તમામ ઘટકોને આવરી લે છે, એમ તેમણે જણાવ્યું હતું.
શ્રી યાદવે જણાવ્યું હતું કે, ભારત આપણા રાષ્ટ્રીય સંજોગોને આધારે જવાબદારીપૂર્વક વિકાસ કરવાનો પોતાનો અધિકાર સુરક્ષિત રાખે છે. આબોહવા સંબંધિત કામગીરી પ્રત્યેની અમારી કટિબદ્ધતાનાં પ્રતીક સ્વરૂપે ભારતે વર્ષ 2030નાં લક્ષ્યાંકથી નવ વર્ષ અગાઉ ગ્રીન એનર્જી પર પેરિસ સમજૂતીની કટિબદ્ધતાઓ પૂર્ણ કરી છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આબોહવાની ચિંતા કે જેણે સમગ્ર વિશ્વને જકડી લીધું છે, તે ભારતને તેના 140 કરોડ લોકોને ભોજન, પાણી, ઊર્જા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો પોતાનો અધિકાર છોડવાની ફરજ પાડી શકે નહીં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પડકારો અને તકો વચ્ચે આત્મવિશ્વાસપૂર્વક સંતુલન સ્થાપિત કરી રહ્યું છે.
માનનીય ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ, ભારતની સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે આપણે એક થઈએ છીએ, ત્યારે આપણે વિવિધ કારણોનો લાભ લઈએ છીએ. તદુપરાંત, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાવરણ એ બાહ્ય અસ્તિત્વ નથી, પરંતુ આપણા આરોગ્ય અને સંસ્કૃતિ સાથે આંતરિક રીતે જોડાયેલું છે.
ભારતના એટર્ની જનરલ શ્રી આર. વેંકટરામાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માનવીય વર્તણૂંક માત્ર નફો રળવાથી આગળ વધવી જોઈએ, તેના બદલે ભવિષ્યની પેઢીઓ માટે જીવનની વધુ સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
એનજીટીના અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવે પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ પરિષદને ખરેખર અપવાદરૂપ બનાવે છે તે છે તેની સર્વસમાવેશકતા, જેમાં વિવિધ સંસ્થાઓના ન્યાયશાસ્ત્રીઓ, નિષ્ણાતો, શિક્ષકો અને જુસ્સાદાર વિદ્યાર્થીઓને એકમંચ પર લાવવામાં આવ્યા છે, જે તમામ સ્થિરતા અને પર્યાવરણીય કારભારીના સમાન દ્રષ્ટિકોણથી એકથયા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવાનાં આપણાં પ્રયાસો માત્ર જવાબદારી જ નથી, પણ આપણાં ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા પણ છે.

ઉદ્ઘાટન સત્ર બાદ, બે ટેકનિકલ સત્રો યોજાયા હતા. પ્રથમ એર ક્વોલિટી મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટની અધ્યક્ષતા માનનીય જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કરી હતી, જેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ હતા. તે નોંધવામાં આવ્યું હતું કે સાચી પ્રગતિને માત્ર આર્થિક દ્રષ્ટિએ જ માપવામાં આવતી નથી, પરંતુ પર્યાવરણીય ટકાઉપણા સાથે વિકાસને સંતુલિત કરવાની આપણી ક્ષમતા દ્વારા માપવામાં આવે છે અને હવાના પ્રદૂષણના વધતા જતા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મેદાંતાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ મેડિસિનનાં ચેરમેન ડો. રણદીપ ગુલેરિયા, આઇઆઇટી દિલ્હીનાં ડો. દિલીપ ગાંગુલી, એમઓઇએફએન્ડસીસીનાં સચિવ શ્રી તન્મય કુમાર અને ચેન્નાઈનાં એનજીટીનાં માનનીય ન્યાયમૂર્તિ પુષ્પા સત્યનારાયણ સહિતનાં નિષ્ણાતોએ હવાનાં પ્રદૂષણને ઘટાડવાનાં કારણો, નિયમનકારી માળખા અને સંભવિત ઉપાયો પર ચર્ચા કરી હતી.
વોટર ક્વોલિટી મેનેજમેન્ટ અને રિવર રિજુવેનેશન પર બીજી ટેકનિકલ સેશનની અધ્યક્ષતા દિલ્હી હાઇકોર્ટના જજ માનનીય જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘે કરી હતી. તેમાં જળ પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સ્વિટ્ઝર્લેન્ડના યુરોપિયન રાઇન રિવર રિસ્ટોરેશન મોડેલ અને નામિબિયાના કિસ્સાને ઉજાગર કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતની પરિસ્થિતિની તુલના કરવામાં આવી હતી. તેમણે પ્રાયોગિક ઉકેલો પણ પૂરા પાડ્યા હતા, જેમાં સામુદાયિક સહયોગ, અનુપાલન અને પારદર્શકતા વ્યવસ્થા, અને વૈજ્ઞાનિક નવીનતાઓને અપનાવવાનો સમાવેશ થાય છે તથા જળ પ્રદૂષણ, ભૂગર્ભજળના વધુ પડતા નિષ્કર્ષણ અને સંરક્ષણ વ્યૂહરચનાઓની મહત્ત્વપૂર્ણ ચિંતાઓની શોધ કરી હતી. પેનલિસ્ટ ડો. એમ. કે. ગોયલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી, રૂરકી, સુશ્રી દેબાશ્રી મુખર્જી, જલ શક્તિ મંત્રાલયના સચિવ, ડીજી ડો. રાજીવ કુમાર મિત્તલ, ડીજી (નેશનલ મિશન ફોર ક્લીન ગંગા), અને માનનીય જસ્ટિસ બી. અમિત સ્ટેલેકર, એનજીટી, કોલકાતાએ કાયદાકીય પગલાં, જલ જીવન મિશન જેવી સરકારી પહેલ અને ટકાઉ જળ વ્યવસ્થાપન માટે સમુદાય-સંચાલિત ઉકેલો પર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આઈઆઈટી દિલ્હીના ભૂતપૂર્વ પ્રોફેસર પ્રોફેસર એ. કે. ગોસાઈએ કર્યું હતું.
પરિષદના પ્રથમ દિવસે વિચારપ્રેરક ચર્ચાઓ સાથે સમાપન થયું હતું અને આવતીકાલે વધુ વિચાર-વિમર્શ માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. સંમેલનના બીજા દિવસે વન સંરક્ષણ અને જૈવવિવિધતા સંરક્ષણ પર ત્રીજું ટેકનિકલ સત્ર યોજાશે તથા ચોથા ટેકનિકલ સત્રમાં પ્રથમ ત્રણ ટેકનિકલ સત્રોના મુખ્ય ટેકઅવે પર પ્રતિબિંબ સામેલ હશે.
AP/IJ/GP/JD
(Release ID: 2116682)
Visitor Counter : 80