પર્યાવરણ અને વન મંત્રાલય
ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં પર્યાવરણ પરની એનજીટીની નેશનલ કોન્ફરન્સ – 2025નું ઉદઘાટન કરશે
પર્યાવરણીય મુદ્દાઓને સંબોધવા માટે ચાર મુખ્ય ટેકનિકલ સત્રોનું આયોજન કરવા માટે પરિષદ
માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ - 2025ના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે
Posted On:
28 MAR 2025 5:23PM by PIB Ahmedabad
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) 29 અને 30 માર્ચ 2025 ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 'પર્યાવરણ - 2025' પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. આ પરિષદનું ઉદઘાટન ભારતનાં રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુ કરશે. ઉદઘાટન સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ, ભારતની સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશ આદરણીય ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ભારતનાં એટર્ની જનરલ શ્રી આર. વેંકટરામની અને એનજીટીનાં અધ્યક્ષ શ્રી જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટ મહત્ત્વપૂર્ણ મંચ તરીકે કામ કરશે. જેથી પર્યાવરણને લગતા પડકારોની ચર્ચા કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે કરવા અને સ્થાયી પર્યાવરણીય વ્યવસ્થાપન માટે ભવિષ્યની કાર્યયોજનાઓ પર જોડાણ કરી શકાય. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ નીતિના અમલીકરણમાં હાલના અંતરને દૂર કરવાનો અને પર્યાવરણીય જાળવણીના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.
આ પરિષદમાં ચાર ટેકનિકલ સત્રો યોજાશે, જે મુખ્ય પર્યાવરણને લગતા મુદ્દાઓ પર કેન્દ્રિત હશેઃ
- એર ક્વોલિટી મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટઃ માનનીય જસ્ટિસ જોયમાલ્યા બાગચી, જજ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતામાં.
- જળ ગુણવત્તા વ્યવસ્થાપન અને નદી પુનર્જીવન: માનનીય ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહ, ન્યાયાધીશ, દિલ્હી હાઇકોર્ટ દ્વારા અધ્યક્ષતા.
- વન અને જૈવવિવિધતા સંરક્ષણ: માનનીય ન્યાયાધીશ આનંદ પાઠક, ન્યાયાધીશ, મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્વારા અધ્યક્ષતા.
- વિચારો અને મુખ્ય મુદ્દાઓ: માનનીય ન્યાયાધીશ પી. એસ. નરસિંહા, ન્યાયાધીશ, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા અધ્યક્ષતા.
આ સંમેલનમાં સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિશો, જિલ્લા ન્યાયાલયના ન્યાયાધિશો, વિવિધ મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની ભાગીદારી જોવા મળશે, જે પર્યાવરણીય પડકારોનું સમાધાન કરવા માટે બહુ-શાખાકીય અભિગમમાં યોગદાન આપશે.
30 માર્ચ 2025ના રોજ યોજાનાર સમાપન સત્રમાં ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં આદરણીય ન્યાયમૂર્તિ પી. એસ. નરસિમ્હા, માનનીય ન્યાયમૂર્તિ પ્રકાશ શ્રીવાસ્તવ અને ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતાના સંબોધનનો પણ સમાવેશ થશે.

આ પરિષદની મુખ્ય વિશેષતા "પર્યાવરણ – વિદ્યાર્થી પરિપ્રેક્ષ્ય" પ્રદર્શન હશે, જેમાં યુનિવર્સિટીઓની પહેલો અને નવીન પર્યાવરણીય વિચારો દર્શાવવામાં આવશે. એનજીટી પર્યાવરણીય સ્થિરતા અને શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ યુનિવર્સિટીઓનું સન્માન પણ કરશે. તદુપરાંત, યુનિવર્સિટીઓને તેમના વ્યાપક પર્યાવરણીય અહેવાલો પ્રદર્શિત કરવાની તક મળશે, જે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયત્નોને પ્રકાશિત કરશે.
આ પ્રસંગે, એનજીટી તેની ઇ-જર્નલનું વિમોચન કરશે, જેમાં નોંધપાત્ર ચુકાદાઓ સામેલ છે, તેમજ 'વોઇસ ઓફ નેચર' નામની સોવેનિયર બુકનો સમાવેશ થાય છે, જેનું ઉદઘાટન સમાપન સત્ર દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.
આ પરિષદ સહયોગને પ્રોત્સાહન આપવા, જાગૃતિ વધારવા અને પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણાના સામૂહિક મિશનને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
AP/IJ/GP/JD
(Release ID: 2116366)
Visitor Counter : 80