શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ડો. મનસુખ માંડવિયાએ ફરીદાબાદની ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે આરોગ્યના પડકારો અને તંદુરસ્ત જીવનશૈલી પરના સેમિનારમાં ભાગ લીધો


ડિજિટલ મેમોગ્રાફી, ડિજિટલ રેડિયોગ્રાફી ફ્લોરોસ્કોપી સિસ્ટમ અને આગામી પેઢીની સિક્વન્સિંગ એપ્લિકેશન સહિતની આધુનિક તબીબી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું

ઇએસઆઇસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં ભગવાન ધનવંતરીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Posted On: 06 MAR 2025 12:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય ભારતી દ્વારા આયોજિત "સ્વાસ્થ્ય પડકારો અને તંદુરસ્ત જીવનશૈલી" વિષય પર એક સેમિનારમાં ભાગ લીધો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001667H.jpg

પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતનાં નિર્માણમાં નિવારક અને પ્રોત્સાહન આપતી આરોગ્ય સંભાળના મહત્વ પર ભાર મૂક્યો. ચરક, સુશ્રુત અને ભગવાન ધનવંતરી જેવા પ્રાચીન ભારતીય તબીબી પ્રણેતાઓના જ્ઞાનનો ઉલ્લેખ કરીને તેમણે ભારતના સમૃદ્ધ આરોગ્યસંભાળ વારસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નિવારક આરોગ્ય સંભાળના મુખ્ય ઘટકો તરીકે ધ્યાન, યોગ અને ઉપવાસના મહત્વ પર ભાર મૂક્યો અને સર્વાંગી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આરોગ્ય ભારતીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002M4G2.jpg

અત્યાધુનિક તબીબી સુવિધાઓનું ઉદ્ઘાટન

ડૉ. માંડવિયાએ પોતાની મુલાકાત દરમિયાન ફરિદાબાદમાં ઇએસઆઇસી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ત્રણ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

ડિજિટલ મેમોગ્રાફી સર્વિસીસ - અદ્યતન ઇમેજિંગ માટે ડિઝાઇન કરવામાં આવેલું એક હાઇ-રિઝોલ્યુશન, ડિજિટલ ડિટેક્ટર-આધારિત મેમોગ્રાફી મશીન, ખાસ કરીને સ્તન કેન્સરની વહેલી તકે તપાસ અને મૂલ્યાંકન માટે ફાયદાકારક છે.

1000 એમએ ડિજિટલ રેડિયોગ્રાફી ફ્લોરોસ્કોપી (DRF) સિસ્ટમઉચ્ચ ગુણવત્તાની એક્સ-રે રેડિયોગ્રાફી અને ફ્લોરોસ્કોપિક-માર્ગદર્શિત હસ્તક્ષેપો માટે આધુનિક નિદાન પ્રણાલી, વીમાકૃત્ત કામદારો અને તેમના પરિવારો માટે નિદાન ક્ષમતામાં વધારો કરે છે.

નેક્સ્ટ-જનરેશન સિક્વન્સિંગ (NGS) એપ્લિકેશન - એક અત્યાધુનિક તકનીક જે ઓન્કોલોજી સંશોધન, આરએનએ સિક્વન્સિંગ અને પેથોજેન ઓળખમાં મદદ કરશે, જે ચોકસાઇપૂર્વકની દવા માટેનો માર્ગ મોકળો કરશે.

સુવિધાઓના વધારાથી વીમાકૃત્ત કામદારો અને તેમના આશ્રિતો માટે નિદાન અને સારવાર સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે. જે ઇએસઆઇસી નેટવર્કની અંદર વૈશ્વિક-સ્તરની હેલ્થકેરની સુલભતા સુનિશ્ચિત કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003M1C6.jpg

ભગવાન ધનવંતરીની પ્રતિમાનું અનાવરણ

ભારતની પ્રાચીન ઉપચાર પરંપરાઓને સ્મૃતિ સ્વરૂપે ડૉ. માંડવિયાએ ઇએસઆઇસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આયુર્વેદના દેવતા ભગવાન ધનવંતરીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041MCN.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005WDQK.jpg

હેલ્થકેર અને ઔદ્યોગિક અગ્રણીઓની સહભાગીદારી

સેમિનારમાં ડોકટરો, પેરામેડિક્સ, મેડિકલના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક કાર્યકરો અને ઔદ્યોગિક સંગઠનો તથા આરોગ્ય ભારતીના પદાધિકારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. જે નિવારક હેલ્થકેર અને સર્વગ્રાહી સુખાકારી માટે સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108749) Visitor Counter : 69