રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની મુલાકાત લેશે

Posted On: 24 FEB 2025 6:20PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2025 સુધી બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની મુલાકાત લેશે.

25 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ બિહારના પટનામાં પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે.

26 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશના છતરપુરના ગઢા ખાતે શ્રી બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા આરતીના સાક્ષી બનશે.

27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ કેવડિયા ખાતે એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે અને અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના 44માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તે જ દિવસે રાષ્ટ્રપતિ ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ સ્મારકની મુલાકાત લેશે.

1 માર્ચે રાષ્ટ્રપતિ ધોળાવીર - યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેશે.

AP/IJ/GP/JD


(Release ID: 2105935) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi , Malayalam