કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે ફરી એકવાર અરજીઓ ખુલી

Posted On: 20 FEB 2025 1:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડના શુભારંભ સાથે ફરી એકવાર અરજીઓ કરવા માટે ખુલી છે. પહેલા રાઉન્ડ 6 લાખથી વધુ અરજીઓ પછી, બીજા તબક્કામાં ભારતના 730થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં 1 લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે.

ઓઈલ, ગેસ અને ઉર્જા; બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને આતિથ્ય, ઓટોમોટિવ, ધાતુઓ અને ખાણકામ ઉત્પાદન અને ઔદ્યોગિક, ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને ઘણા વધુ ક્ષેત્રોમાં 300થી વધુ ટોચની કંપનીઓએ ભારતીય યુવાનોને વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવવા, વ્યાવસાયિકો સાથે નેટવર્ક બનાવવા અને તેમની રોજગારક્ષમતા વધારવા માટે ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરી છે.

લાયક યુવાનો તેમના પસંદગીના જિલ્લા, રાજ્ય, ક્ષેત્ર, પ્રદેશના આધારે ઇન્ટર્નશિપ શોધી અને પસંદ કરી શકે છે અને તેમના ઉલ્લેખિત વર્તમાન સરનામાંથી કસ્ટમાઇઝ કરી શકાય તેવા ત્રિજ્યામાં ઇન્ટર્નશિપ ફિલ્ટર કરી શકે છે. બીજા રાઉન્ડમાં દરેક અરજદાર અરજીની અંતિમ તારીખ સુધીમાં વધુમાં વધુ ત્રણ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.

બીજા રાઉન્ડ માટે, સમગ્ર ભારતમાં 70થી વધુ IEC ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઇન્ટર્નશિપ માટે જરૂરી પાત્રતા માપદંડોના આધારે કોલેજો, યુનિવર્સિટીઓ, ITI, જોબ મેળાઓ વગેરેમાં મહત્તમ ઇન્ટર્નશિપ તકો ઉપલબ્ધ થશે. વધુમાં, યુવાનો માટે તકો અને સુસંગતતાના કેન્દ્રીકરણના આધારે બહુવિધ પ્લેટફોર્મ અને પ્રભાવકો દ્વારા રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

લાયક યુવાનો અહીં અરજી કરી શકે છે: https://pminternship.mca.gov.in/

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના - કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત - ભારતની યુવા વસ્તીની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે તેમને ભારતની ટોચની કંપનીઓમાં 12 મહિનાની પેઇડ ઇન્ટર્નશિપ પ્રદાન કરવા ડિઝાઈન કરાઈ છે.

આ યોજના 21 થી 24 વર્ષની વયના એવા વ્યક્તિઓને લક્ષ્ય બનાવે છે જેઓ હાલમાં કોઈપણ પૂર્ણ-સમયના શૈક્ષણિક કાર્યક્રમ અથવા રોજગારમાં નોંધાયેલા નથી, જે તેમને તેમની કારકિર્દી શરૂ કરવાની એક અનોખી તક આપે છે.

દરેક ઇન્ટર્નને માસિક ₹5,000ની નાણાકીય સહાય આપવામાં આવશે, આ ઉપરાંત ₹6,000ની એક વખતની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. દરેક ઇન્ટર્નશિપ સંબંધિત તાલીમ અને વ્યાવસાયિક અનુભવ (ઓછામાં ઓછા છ મહિના)નું સંયોજન હશે જેથી ઉમેદવારો કુશળતા શીખે અને તેનો ઉપયોગ વાસ્તવિક દુનિયામાં પણ તેનો ઉપયોગ કરી શકે.

AP/JY/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2104953) Visitor Counter : 45