યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, કુસ્તીબાજ શિવાની પવાર, વેલનેસ ઇન્ફ્લુઅન્સર્સ, ફિટનેસ ગ્રુપ્સ મુંબઈ અને દિલ્હીમાં ફિટ ઇન્ડિયા રવિવારના સાયકલ ઇવેન્ટ્સમાં જોડાશે
Posted On:
15 FEB 2025 7:34PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે (16 ફેબ્રુઆરી, 2025) મુંબઈમાં 'ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમમાં વિવિધ રાઈડર્સ સાથે જોડાશે.
'ઓબેસિટી સામે લડો' થીમને આગળ ધપાવતા, મુંબઈમાં સવારે 7 વાગ્યાથી ગેટવે ઓફ ઈન્ડિયાથી ગિરગાંવ ચોપાટી સુધી સાયકલિંગ ડ્રાઈવ રાઈડ યોજાશે.
સાયકલિંગ ઇવેન્ટમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી સાથે લાઈફ કોચ અને ફિટ ઈન્ડિયા એમ્બેસેડર ડૉ. મિકી મહેતા,; ભારતીય ફેશન ડિઝાઇનર અને સામાજિક કાર્યકર શાઇના નાના ચુડાસમા,; BYCS ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. ભૈરવી નાયક જોશી; મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી કૃષ્ણ પ્રકાશ; અને મહારાષ્ટ્ર રાજ્યના ઉપ-લોકાયુક્ત શ્રી સંજય ભાટિયા; મહારાષ્ટ્ર યોગ એસોસિએશન અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના લાઈફસ્ટાઈલ વેલનેસ કોચ સાથે જોડાશે.
સાયકલિંગ ડ્રાઈવ દેશભરમાં અનેક સ્થળોએ એકસાથે યોજાશે. 2024 સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2025 નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા શિવાની પવાર સવારે 8 વાગ્યાથી નવી દિલ્હીમાં સાયકલિંગ ઇવેન્ટમાં જોડાશે.
ડેકાથલોન, કલ્ટ.ફિટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નેશનલ સેન્ટર ઓફ સ્પોર્ટ્સ સાયન્સિસ એન્ડ રિસર્ચ (NCSSR)ના પ્રતિનિધિઓ અને ભારતના વેલનેસ કોચ પણ રાષ્ટ્રીય રાજધાનીમાં સાયકલ સવારોના જૂથનો ભાગ હશે. રાષ્ટ્રીય રાજધાનીમાં આ રવિવારે સાયકલ સવારીનો પ્રારંભ અને અંતિમ સ્થળ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ છે.
રવિવારે સમગ્ર ભારતમાં સાયકલ અભિયાન ચલાવવામાં આવે છે. કાર્યક્રમમાં એક સાથે દેશભરમાં SAI પ્રાદેશિક કેન્દ્રો, રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOEs) અને ખેલો ઈન્ડિયા કેન્દ્રો (KICs)માં યોજવામાં આવે છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2103693)
Visitor Counter : 53