માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહાકુંભ 2025: માઘ પૂર્ણિમાના દિવસે યાત્રાળુઓને મહાકુંભમાં લઈ જવા માટે વધારાની વ્યવસ્થા


પરત ફરવા માટે 1200 વધારાની બસો અનામત રાખવામાં આવી છે, જેમાં ગ્રામીણ વિસ્તારો માટે દર 10 મિનિટે બસો ઉપલબ્ધ છે

750 શટલ બસો હંગામી બસ સ્ટેશનોથી યાત્રાળુઓને નજીકના સ્થળોએ લઈ જવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં બે મિનિટની ફ્રિકવન્સી છે

Posted On: 11 FEB 2025 10:26PM by PIB Ahmedabad

પ્રયાગરાજમાં માઘ પૂર્ણિમા સ્નાન માટે મહાકુંભમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓનો મોટો ધસારો થઈ રહ્યો છે. યુપી રોડવેઝે લોકોની આ અવરજવરને સરળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. આરક્ષિત બસો ઉપરાંત શટલ બસોનો કાફલો પણ કનેક્ટિવિટીની સુવિધા માટે તૈયાર છે.

યાત્રાળુઓના પરત ફરવા માટે 1200 આરક્ષિત રોડવેઝ બસો, દર 10 મિનિટે ઉપલબ્ધ

11 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં માઘ પૂર્ણિમા ઉત્સવ દરમિયાન 45 કરોડ લોકો ત્રિવેણી સંગમ પર સ્નાન કરી ચૂક્યા હતા. તેઓ સલામત અને સંગઠિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પાછા ફરે તે માટે રાજ્ય સરકાર ખંતપૂર્વક કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્યમંત્રી શ્રી દયા શંકરસિંહે જણાવ્યું હતું કે, મહાકુંભ 2025ના મુખ્ય સ્નાન મહોત્સવોના સફળ સંચાલન માટે 1200 વધારાની ગ્રામીણ બસો અનામત રાખવામાં આવી છે. તેનાથી સુગમ પરિવહન સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. આ ઉપરાંત મહાકુંભ માટે પહેલેથી જ ફાળવવામાં આવેલી 3050 બસો કાર્યરત છે. આ વધારાની બસો ખાસ કરીને માઘ પૂર્ણિમા સ્નાન અને આગામી સ્નાન ઉત્સવો માટે અનામત રાખવામાં આવી છે. જેથી યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે. ચાર અસ્થાયી બસ સ્ટેશન પર પહોંચતા મુલાકાતીઓને દર 10 મિનિટમાં એક રોડવેઝ બસ ઉપલબ્ધ મળશે.

દર 2 મિનિટે મહાકુંભ કનેક્ટિવિટી માટે શટલ સર્વિસ

માઘ પૂર્ણિમા સ્નાન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. ત્યારે શહેરની આસપાસ હંગામી બસ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દરેક સ્થળે રોડવેઝની બસો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 750 શટલ બસો યાત્રાળુઓને મહાકુંભ ઝોનની અંદર નજીકના વિસ્તારોમાં લઈ જવા માટે તૈયાર છે. રોડવેઝના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ શટલ્સ દર 2 મિનિટે ઓપરેટ થશે. બસ સ્ટેશનો પર ભીડ ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવહન મંત્રીએ અમૃત સ્નાન દરમિયાન અને આગામી દિવસોમાં યાત્રાળુઓને બસ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2102141) Visitor Counter : 50