સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મહાકુંભ 2025 દરમિયાન પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું


સંરક્ષણ મંત્રીએ ભારતીયતાનો સાર સમજવા માટે લોકોને મહાકુંભની મુલાકાત લેવા હાકલ કરી

प्रविष्टि तिथि: 18 JAN 2025 7:48PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ આજે મહાકુંભ 2025 માં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા. શ્રી રાજનાથ સિંહની સાથે રાજ્યસભાના સાંસદ શ્રી સુધાંશુ ત્રિવેદી પણ હતા. પ્રયાગરાજ પહોંચ્યા પછી, સંરક્ષણ મંત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પછી તેમણે અક્ષય વટ, પાતાળપુરી અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લીધી અને મહાકુંભની તૈયારીઓની પણ સમીક્ષા કરી.

 

આ પ્રસંગે મહાનુભાવોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે એ તેમનું સૌભાગ્ય છે કે તેમણે આજે પ્રયાગરાજમાં સંગમમાં સ્નાન કર્યું. તેમણે કહ્યું કે આ ભારતીયતાનો ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતીયતાના સાર સમજવા માટે બધા લોકોએ મહાકુંભમાં આવવું જોઈએ.

 

AP/IJ/GP/JD

 


(रिलीज़ आईडी: 2097037) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Malayalam