સંરક્ષણ મંત્રાલય
રક્ષા કવચ - બહુ-સ્તરીય જોખમો સામે બહુસ્તરીય સુરક્ષા’ થીમ સાથે DRDO પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 દરમિયાન અદ્ભુત નવીનતાઓ પ્રદર્શિત કરશે
Posted On:
23 JAN 2025 12:56PM by PIB Ahmedabad
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), અત્યાધુનિક ટેકનોલોજીઓથી ભારતને સશક્ત બનાવવા અને સંરક્ષણમાં 'આત્મનિર્ભરતા' પ્રાપ્ત કરવાનાં મિશન સાથે, 26 જાન્યુઆરી, 2025નાં રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા માટે તેની કેટલીક અગ્રણી નવીનતાઓ પ્રદર્શિત કરશે.
ડીઆરડીઓ ટેબ્લોનો વિષય છે 'રક્ષા કવચ - બહુ-સ્તરીય ખતરા સામે બહુ-સ્તરીય સુરક્ષા', જેમાં ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ; એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ; 155 મીમી/52 કેલ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ; ડ્રોન ડિટેક્ટ, ડિટર એન્ડ ડિસ્ટ્રોય; સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ સિસ્ટમ; મીડિયમ પાવર રડાર - અરુધ્રા; એડવાન્સ્ડ લાઇટ વેઇટ ટોર્પિડો; ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ - ધર્મશક્તિ; લેસર-આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન; ખૂબ જ ટૂંકી રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ; સ્વદેશી માનવરહિત હવાઈ સિસ્ટમ; ભૂમિ દળો માટે V/UHF મેનપેક સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો; સ્વદેશી સુરક્ષિત સેટેલાઇટ ફોન અને UGRAM એસોલ્ટ રાઇફલનો સમાવેશ થશે.
આ ઉપરાંત, 2024નાં DRDOનાં મુખ્ય સીમાચિહ્નો પણ ટેબ્લો પોસ્ટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. જેમ કે લોંગ રેન્જ હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ; લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ 'ABHED'; દિવ્યાસ્ત્ર - મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ; 'જોરાવર' લાઇટ ટેન્ક અને રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો અને ઇલેક્ટ્રો-ઓપ્ટિક (શયન) સાથે ડોર્નિયર મિડ-લાઇફ અપગ્રેડ સામેલ થશે.
ચોકસાઇ, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, DRDO પ્રલય વેપન સિસ્ટમનાં સાધનો પણ પ્રદર્શિત કરશે, જે અત્યાધુનિક તકનીકો સાથે ડિઝાઇન અને વિકસાવવામાં આવેલી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી વ્યૂહાત્મક મિસાઇલ છે. જે શક્તિનો બીજો સ્તર ઉમેરે છે. પરેડ દરમિયાન વિવિધ સશસ્ત્ર દળોમાં DRDO દ્વારા વિકસિત ઘણી અન્ય સિસ્ટમો - નાગ મિસાઇલ સિસ્ટમ, પિનાક, બ્રહ્મોસ, શોર્ટ સ્પાન બ્રિજિંગ સિસ્ટમ 10 મીટર અને આકાશ વેપન સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવશે.
DRDO મુખ્યત્વે 'મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ' નાં ધ્યેયને સાકાર કરવા માટે ઘણી અત્યાધુનિક લશ્કરી પ્રણાલીઓ અને તકનીકોની સિસ્ટમ વ્યાખ્યા, ડિઝાઇન અને વિકાસમાં રોકાયેલું છે. DRDO સંરક્ષણ ઇકોસિસ્ટમનાં તમામ હિસ્સેદારો સાથે ભાગીદારી કરી રહ્યું છે. જેમાં શિક્ષણ, ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ્સ અને સેવાઓનો સમાવેશ થાય છે. જેમાં મહત્વપૂર્ણ પ્રણાલીઓ વિકસાવવામાં અને 'આત્મનિર્ભર ભારત' ની ભાવનાને મજબૂત બનાવવામાં આવે છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2095392)
Visitor Counter : 138