ગૃહ મંત્રાલય
ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS), હૈદરાબાદને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર - 2025 માટે પસંદ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેમનું સન્માન કરવા માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના કરી છે
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ દેશે આપત્તિ નિવારણની પદ્ધતિઓ, સજ્જતા, શમન અને પ્રતિભાવ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેના પરિણામે કુદરતી આફતો દરમિયાન જાનહાનિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે
Posted On:
23 JAN 2025 9:18AM by PIB Ahmedabad
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (આઇએનસીઓઆઇએસ)ની પસંદગી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર -2025 માટે કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય પ્રદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેમનું સન્માન કરવા માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતો વાર્ષિક પુરસ્કાર શરૂ કર્યો છે. આ પુરસ્કારની જાહેરાત દર વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર કરવામાં આવે છે. આ પુરસ્કારમાં સંસ્થાનાં મામલામાં 51 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને એક પ્રમાણપત્ર અને કોઈ વ્યક્તિનાં કિસ્સામાં 5 લાખ રૂપિયા અને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ દેશે આપત્તિ વ્યવસ્થાપન પદ્ધતિઓ, સજ્જતા, શમન અને પ્રતિભાવ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, જેના પરિણામે કુદરતી આપત્તિઓ દરમિયાન જાનહાનિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વર્ષ-2025નાં એવોર્ડ માટે 1 જુલાઈ, 2024થી નામાંકન મંગાવવામાં આવ્યા હતા. વર્ષ 2025 માટેની આ એવોર્ડ યોજનાનો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો. એવોર્ડ યોજનાનાં પ્રતિસાદરૂપે, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી 297 નામાંકન પ્રાપ્ત થયા હતા.
આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં 2025 એવોર્ડ વિજેતાની ઉત્કૃષ્ટ કામગીરીનો સારાંશ:
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS)ની સ્થાપના વર્ષ 1999માં હૈદરાબાદ, તેલંગાણામાં થઈ હતી. INCOIS ભારતની આપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચનાનું અભિન્ન અંગ છે. જે સમુદ્ર-સંબંધિત જોખમો માટે પ્રારંભિક ચેતવણીઓમાં નિષ્ણાત છે. તેણે ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર (ITEWC)ની સ્થાપના કરી હતી. જે ભારત અને હિંદ મહાસાગરનાં 28 દેશોને સેવા પૂરી પાડતી 10 મિનિટની અંદર સુનામી એલર્ટ પ્રદાન કરે છે. તેને UNESCO દ્વારા ટોચનાં સુનામી સર્વિસ પ્રોવાઇડર તરીકે માન્યતા આપવામાં આવી છે. સિસ્મિક સ્ટેશનો, ટાઇડ ગેજ અને અન્ય દરિયાઇ સેન્સર્સનાં નેટવર્ક દ્વારા સમર્થિત તે હાઇ-વેવ, સાયક્લોન અને સ્ટોર્મ સર્જની આગાહી પણ પૂરી પાડે છે. જે દરિયાકાંઠાનાં વિસ્તારો અને દરિયાઇ કામગીરીની સુરક્ષા કરવામાં મદદ કરે છે. INCOIS 2013નાં ફૈલિન અને 2014નાં હુદહુડ ચક્રવાત દરમિયાન સલાહો સાથે સહાય કરી હતી. જેના કારણે સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને દરિયાકાંઠાની વસ્તી માટેનાં જોખમોમાં ઘટાડો થયો હતો. INCOIS માટે દરિયામાં ખોવાયેલી વ્યક્તિઓ કે ચીજવસ્તુઓને શોધવામાં ભારતીય તટરક્ષક દળ, નૌકાદળ અને તટીય સુરક્ષા પોલીસની સહાયતા માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ એડેડ ટૂલ (SARAT) વિકસાવ્યું છે. INCOIS એ SynOPS વિઝ્યુલાઇઝેશન પ્લેટફોર્મની પણ સ્થાપના કરી છે. જે આત્યંતિક ઘટનાઓ દરમિયાન પ્રતિભાવ સંકલનને મજબૂત કરવા માટે રીઅલ-ટાઇમ ડેટાને સંકલિત કરે છે. INCOISને 2024માં જીઓસ્પેશીયલ વર્લ્ડ એક્સેલન્સ ઇન મેરિટાઇમ સર્વિસીસ એવોર્ડ અને 2021માં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એક્સેલન્સ એવોર્ડ મળ્યો હતો.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2095353)
Visitor Counter : 45