મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની દીકરીઓને સશક્ત બનાવવી


બેટી બચાવો, બેટી પઢાઓની સફળતાને એક દાયકો

Posted On: 21 JAN 2025 8:10PM by PIB Ahmedabad

"અમારી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી દરેક વિકાસલક્ષી પહેલમાં અમે કન્યાઓને સશક્ત બનાવવા અને આપણી નારી શક્તિને મજબૂત કરવા પ્રાથમિકતા આપીએ છીએ. અમારું ધ્યાન બાળકીઓને ગૌરવ તેમજ તકો સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે."

                                                                             શ્રી નરેન્દ્ર મોદી, ભારતનાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી, 2015નાં રોજ  હરિયાણાનાં પાણીપતમાં શરૂ કરેલી બેટી બચાઓ, બેટી પઢાઓ (BBBP) યોજનાનાં અમલીકરણનો એક દાયકો પૂર્ણ થઈ રહ્યો છે. ભારત સરકારની આ મુખ્ય પહેલનો ઉદ્દેશ ઘટતા બાળ લિંગ ગુણોત્તર (CSR)ને દૂર કરવાનો, લિંગ-પક્ષપાતી લૈંગિક-પસંદગીયુક્ત નાબૂદીને અટકાવવાનો અને બાળકીઓનાં અસ્તિત્વ, સંરક્ષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ભારત સરકારની સૌથી અસરકારક સામાજિક પહેલ બનવા માટે વિકસિત થઈ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00399HL.jpg

મિશન શક્તિ સાથે સંકલન

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZIMN.jpg

BBBP યોજનાને હવે 2021-2022થી 2025-2026 સુધીનાં 15માં નાણાં પંચનાં સમયગાળા દરમિયાન અમલીકરણ માટે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટેનાં વિસ્તૃત કાર્યક્રમ મિશન શક્તિ સાથે સંકલિત કરવામાં આવી છે. મિશન શક્તિમાં બે વ્યાપક પેટાયોજનાઓ સામેલ છે

  1. સંબલ: સુરક્ષા અને સંરક્ષણ

મિશન શક્તિની સંબલ પેટા-યોજના વન સ્ટોપ સેન્ટર્સ (OSC), મહિલા હેલ્પલાઇન (181) અને બેટી બચાઓ, બેટી પઢાઓ (BBBP) દ્વારા મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે  છે, જેનું વિસ્તરણ હવે દેશભરમાં કરવામાં આવ્યું છે. આ નારી અદાલતનો પણ પરિચય આપે છે, જે સતામણી અને અધિકારોનાં ઉલ્લંઘન જેવા નાના મુદ્દાઓનાં નિરાકરણ માટે વૈકલ્પિક ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરે છે.

  1. સામર્થ્ય: સશક્તિકરણ

સામર્થ્ય પેટા-યોજના શક્તિ સદનો, રાહત અને પુનર્વસન ગૃહો, સખી નિવાસ દ્વારા મહિલાઓને સશક્ત બનાવે છે, જે શહેરોમાં કામ કરતી મહિલાઓ માટે રહેવા માટે સલામત અને સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે અને પાલના-ક્રેચ કામ કરતી મહિલાઓનાં બાળકોને સલામત અને સુરક્ષિત સ્થાન પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (PMMVY) હવે બીજું બાળક છોકરી થવા પર પણ મદદ કરે છે, જેનાથી માતાનાં સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તે ગર્ભાવસ્થા અને બાળકનાં જન્મને કારણે મજુરીનાં નુકસાનની ભરપાઈ પણ કરે છે.

આ યોજના હવે બહુ-ક્ષેત્રીય અભિગમ પર ભાર મૂકે છે.  જેમાં આરોગ્ય, શિક્ષણ, બાળ વિકાસ અને સામુદાયિક જાગૃતિ સામેલ છે. છેલ્લા એક દાયકામાં, BBPA અનેક મંત્રાલયો વચ્ચે સહયોગ દ્વારા તેનો વ્યાપ વધાર્યો  છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005BLNJ.png

 

મુખ્ય ઉદ્દેશ્યો

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006PCTO.jpg

તેના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ

  • લિંગ-પક્ષપાતી લૈંગિક-પસંદગીયુક્ત નાબૂદીને અટકાવે છે.
  • બાળકીનાં અસ્તિત્વ અને રક્ષણની ખાતરી કરવી.
  • શિક્ષણને પ્રોત્સાહન આપવું અને બાળકીઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું.
  • જન્મ સમયે લિંગ ગુણોત્તર (SRB)માં દર વર્ષે બે પોઇન્ટનો સુધારો કરવો.
  • સંસ્થાકીય પ્રસૂતિ કે નિરંતર પ્રસવની ટકાવારીમાં 95% અથવા તેથી વધુનાં દરે સુધારો.
  • પ્રતિ વર્ષે પ્રથમ ત્રિમાસિક એન્ટિ-નેટલ કેર (ANC) રજિસ્ટ્રેશનમાં દર વર્ષે 1 ટકાનો વધારો.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે છોકરીઓમાં ડ્રોપઆઉટ રેટની તપાસ કરવી.
  • સુરક્ષિત માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન (MHM) વિશે જાગૃતિ લાવવી.


     કેન્દ્રિત વિસ્તારો અને લક્ષિત જૂથો

આ યોજના મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છેઃ

પ્રાથમિક લક્ષ્ય જૂથો:

  • યુવાન અને નવા વિવાહિત યુગલો, માતા-પિતા બનનાર
  • કિશોર (છોકરીઓ અને છોકરાઓ) અને યુવાનો
  • પરિવાર અને સમુદાયો

ગૌણ લક્ષ્ય જૂથો:

  • શાળાઓ, આંગણવાડી કેન્દ્રો (AWC),
  • તબીબી ડોકટરો / વ્યાવસાયિકો, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, નિદાન કેન્દ્રો વગેરે.
  • પંચાયત રાજ સંસ્થાઓ (PRI), શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB.), અધિકારીઓ, ફ્રન્ટલાઈન કામદારો
  • મહિલા સામૂહિક અને સ્વ-સહાય જૂથો (SHG) અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન્સ
  • મીડિયા, ધાર્મિક નેતાઓ અને ઉદ્યોગનાં નિષ્ણાતો

નાણાકીય અને સંચાલકીય માળખું

BBBP કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના છે, જે મિશન શક્તિનાં સંબલ વર્ટિકલ હેઠળ દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા 100 ટકા ભંડોળ પૂરું પાડે છે.

જિલ્લાઓમાં જન્મ સમયે લિંગ ગુણોત્તર (SRB)નાં આધારે નાણાકીય સહાયમાં ફેરફાર થાય  છે:

  • 918થી ઓછો SRB ધરાવતા જિલ્લાઓ માટે દર વર્ષે રૂ. 40 લાખ.
  • 919-952 વચ્ચે SRB ધરાવતા જિલ્લાઓ માટે રૂ. 30 લાખ.
  • 952થી વધુ SRB ધરાવતા જિલ્લાઓ માટે રૂ. 20 લાખ.

પ્રમુખ વિકાસ

આ ઝુંબેશની સફળતા લિંગ અસમાનતાઓને દૂર કરવા માટે તેણે જે હરણફાળ ભરી છે તેમાં સ્પષ્ટ છે, જેમાં પ્રભાવશાળી ડેટા સમાજ પર તેની હકારાત્મક અસરને પ્રતિબિંબિત કરે છે.

  1. જન્મ સમયે લિંગગુણોત્તરમાં સુધારો (SRB)

વર્ષ 2014-15માં 918ની SRB હતી, જે  વર્ષ 2022-23માં સુધરીને 933 થઈ હતી  (સ્ત્રોતઃ HMIS, MoHFW). આ સતત વધારો લિંગ-ભેદભાવ પદ્ધતિઓ કે જે લિંગ ગુણોત્તરને નકારાત્મક અસર કરે છે તેની આસપાસ જાગૃતિ લાવવામાં BBBPની સામૂહિક અસર દર્શાવે છે.

  1. માધ્યમિક શિક્ષણમાં કન્યાઓની નોંધણીમાં વધારો

માધ્યમિક શિક્ષણમાં છોકરીઓની નોંધણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં  છોકરીઓ માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) 2014-15માં 75.51 ટકાથી વધીને 2021-22માં 79.4 ટકા થયો  છે (સ્ત્રોત: U-DISE Plus, MoE). BBBPનાં શૈક્ષણિક હસ્તક્ષેપોનાં સકારાત્મક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.

  1. સંસ્થાકીય ડિલિવરીમાં વધારો

BBBPએ પણ મહિલાઓ માટે આરોગ્ય સંભાળની પહોંચમાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો. સંસ્થાકીય પ્રસૂતિ વર્ષ 2014-15માં 87 ટકાથી વધીને વર્ષ 2019-20 સુધીમાં 94 ટકાથી વધારે થઈ ગઈ છે, જે ઘણાં વિસ્તારોમાં માતાઓ અને શિશુઓ માટે સલામત પ્રસૂતિ સુનિશ્ચિત કરશે, જે માતા અને શિશુ મૃત્યુદરને ઘટાડવા માટે આવશ્યક છે.

4. જાગૃતિ અભિયાનો

બાળકીઓનાં પિતાઓને લક્ષ્યમાં રાખીને 'સેલ્ફી વિથ ડોટર્સ'  જેવા વિશિષ્ટ અભિયાનોએ દેશવ્યાપી લોકપ્રિયતા મેળવી છે.

કન્યા જન્મની ઉજવણી માટે 'બેટી જન્મોત્સવ' જેવી સામુદાયિક કક્ષાની પ્રવૃત્તિઓ.

5. મહિલાઓનું કૌશલ્ય અને આર્થિક સશક્તિકરણ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય સાથે જોડાણમાં BBBPએ યુવાન છોકરીઓ અને મહિલાઓ વચ્ચે કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા હરણફાળ ભરી છે અને તેમની આર્થિક ભાગીદારીમાં વધારો કર્યો છે. વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનામાં  લઘુમતી સમુદાયોની છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વિશિષ્ટ પહેલ પણ રજૂ કરવામાં આવી હતી.

ખેલો ઇન્ડિયા' જેવા કાર્યક્રમોનો હેતુ છોકરીઓમાં રમતગમતની પ્રતિભાને ઓળખવા અને તેનું પોષણ કરવાનો છે.

મુખ્ય હસ્તક્ષેપો

આ યોજના બે મુખ્ય ઘટકો મારફતે કામ કરે છેઃ

બહુ-ક્ષેત્રીય હસ્તક્ષેપો

છોકરીઓમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવું, સ્વરક્ષણ શિબિર, છોકરીઓનાં શૌચાલયોનું નિર્માણ, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન અને સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવું, પીસી-પીએનડીટી એક્ટ વિશે જાગૃતિ લાવવી.

જાગૃતિ અભિયાનો અને સામુદાયિક જોડાણ

રાષ્ટ્રીય બાળ દિવસ (NGCD) દર વર્ષે 24 જાન્યુઆરીનાં રોજ ઝુંબેશ, વર્કશોપ અને સર્જનાત્મક સ્પર્ધાઓ સાથે ઉજવવામાં આવે છે. દેશની નારી શક્તિ કે નારી શક્તિની ઉજવણી માટે એક 150 CRPF મહિલા બાઇકર્સનું એક જૂથ "યશસ્વિની" નામની એક ક્રોસ-કન્ટ્રી બાઈક અભિયાન ચલાવવામાં આવ્યું. સીઆરપીએફની જે દેશની મહિલા શક્તિ અથવા નારી શક્તિની ઉજવણી કરે છે. છોકરીઓને સંપૂર્ણ રીતે સશક્ત બનાવવા માટે માસિક સ્રાવની સ્વચ્છતા, આત્મરક્ષા અને લિંગ સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સ્વચ્છતા કીટનાં વિતરણ સાથે માસિક સ્રાવ સ્વચ્છતા પર વર્કશોપ જેવા સમુદાય સંવેદના કાર્યક્રમો યોજાયા હતા.

નિષ્કર્ષ

બેટી બચાઓ, બેટી પઢાઓ (BBBP) યોજનાએ ભારતમાં છોકરીઓનાં જીવનને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેનાથી જન્મ સમયે સેક્સ રેશિયોમાં સુધારો કરવામાં, શિક્ષણની સુલભતા વધારવામાં, હેલ્થકેર વધારવામાં અને મહિલાઓનાં આર્થિક સશક્તિકરણને સમર્થન આપવામાં મદદ મળી છે. સરકારી સંસ્થાઓ, એનજીઓ અને સ્થાનિક સમુદાયો સાથે કામ કરીને, આ યોજનાએ દરેક બાળકીનાં મૂલ્યાંકન અને સંરક્ષણ માટે એક મજબૂત પાયો રચ્યો છે. BBBP તેના બીજા દાયકામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે સર્વસમાવેશક નીતિઓ, વધુ સારા અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારી દ્વારા લાંબા ગાળાનાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ લિંગ સમાનતા અને સશક્તિકરણ તરફ સતત પ્રગતિની ખાતરી કરશે.

સંદર્ભો

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2095010) Visitor Counter : 25


Read this release in: English , Urdu , Hindi