માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ

Posted On: 14 JAN 2025 4:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ નોંધપાત્ર પ્રતિસાદ સાચા જન આંદોલન તરીકે કાર્યક્રમના વધતા વ્યાપને રેખાંકિત કરે છે.

PPC 2025 માટે ઓનલાઈન નોંધણી MyGov.in પોર્ટલ પર 14 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમની અપાર લોકપ્રિયતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સંબોધવામાં અને પરીક્ષાઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં તેની સફળતાને દર્શાવે છે.

શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત આ ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ શિક્ષણનો ખૂબ જ અપેક્ષિત ઉજવણી બની ગયો છે. 2024માં PPC ની 7મી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાઈ હતી અને તેને વ્યાપક પ્રશંસા મળી હતી.

PPC ની ભાવનાને અનુરૂપ, શાળા-સ્તરની આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણી 12 જાન્યુઆરી 2025 (રાષ્ટ્રીય યુવા દિવસ)ના રોજ શરૂ થઈ હતી અને 23 જાન્યુઆરી 2025 (નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ) સુધી ચાલુ રહેશે. આ પ્રવૃત્તિઓનો હેતુ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા માટે પ્રેરણા આપવાનો છે. આ પ્રવૃત્તિઓમાં સામેલ છે:

સ્વદેશી રમતો સત્રો

મેરેથોન દોડ

મીમ સ્પર્ધાઓ

નુક્કડ નાટક

યોગ-સહ-ધ્યાન સત્રો

પોસ્ટર-મેકિંગ સ્પર્ધાઓ

પ્રેરણાત્મક ફિલ્મ સ્ક્રીનીંગ

માનસિક સ્વાસ્થ્ય કાર્યશાળાઓ અને કાઉન્સેલિંગ સત્રો

• CBSE, KVS અને NVS વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

આ પ્રવૃત્તિઓ દ્વારા, PPC 2025 તેના સ્થિતિસ્થાપકતા, સકારાત્મકતા અને શીખવામાં આનંદના સંદેશને મજબૂત બનાવે છે તેમજ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણને દબાણ-સંચાલિત કાર્યને બદલે પ્રવાસ તરીકે ઉજવવામાં આવે.

AP/IJ/GP/JD


(Release ID: 2092869) Visitor Counter : 21