પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 14 JAN 2025 8:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.

X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:

“મકરસંક્રાંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉત્તરાયણ સૂર્યને સમર્પિત આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે તેવી પ્રાર્થના.

“મકરસંક્રાંતિ અને ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં નવો ઉત્સાહ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે એવી અભ્યર્થના….!!!

આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ! આ તહેવાર સૌના જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે."

"માઘ બિહુની શુભકામનાઓ! આપણે પ્રકૃતિની વિપુલતા, પાકનો આનંદ અને એકતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ. આ તહેવાર ખુશી અને એકતાની ભાવનાને વધુ આગળ ધપાવે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2092696) Visitor Counter : 27