સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય નૌકાદળમાં ત્રણ ફોરવર્ડ ફ્લીટ એસેટ્સ નીલગીરી, સુરત અને વાગશીરને સામેલ કરવા તૈયાર


ત્રણેય લડાયક જહાજની એક જ દિવસે નિયુક્તિ કરવામાં આવશે

Posted On: 01 JAN 2025 12:53PM by PIB Ahmedabad

15 જાન્યુઆરી 25 ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. કારણ કે ભારતીય નૌકાદળ ત્રણ વોરશિપ - પ્રોજેક્ટ 17 સ્ટીલ્થ ફ્રિગેટ ક્લાસનું મુખ્ય જહાજ નીલીગીરી; પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને અંતિમ જહાજ સુરત અને સ્કોર્પિયન-ક્લાસ પ્રોજેક્ટની છઠ્ઠી અને અંતિમ સબમરીન વાગશીર ને મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડમાં એક સાથે સામેલ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

ઐતિહાસિક ઘટનાથી ભારતીય નૌકાદળની યુદ્ધ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે અને સ્વદેશી જહાજ નિર્માણમાં દેશની અગ્રગણ્ય સ્થિતિ પર ભાર મૂકવામાં આવશે. ત્રણેય પ્લેટફોર્મની ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ઉત્પાદનના મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. અદ્યતન યુદ્ધ જહાજો અને સબમરીનોનું સફળતાપૂર્વક કમિશનિંગ યુદ્ધ જહાજની ડિઝાઇન અને બાંધકામમાં થયેલી ઝડપી પ્રગતિને દર્શાવે છે. જે સંરક્ષણ ઉત્પાદનમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે.

પ્રોજેક્ટ 17એનું મુખ્ય જહાજ નીલગિરી, શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સ પર એક મોટી પ્રગતિ છે. જેમાં અત્યાધુનિક તકનીક દ્વારા નોંધપાત્ર સ્ટીલ્થ સુવિધાઓ અને રડાર સિગ્નેચર સામેલ છે. પ્રોજેક્ટ 15બી ડિસ્ટ્રોયર, સુરત, કોલકાતા-ક્લાસ (પ્રોજેક્ટ 15) ડિસ્ટ્રોયરમાં ફોલો-ઓન ક્લાસની છે, જેમાં ડિઝાઇન અને ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો છે. બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવી હતી અને તે મુખ્યત્વે ભારતમાં અથવા અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો સાથે વ્યૂહાત્મક જોડાણ દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન સેન્સર અને શસ્ત્ર પેકેજોથી સજ્જ છે.

આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ, નીલગિરિ અને સુરત દિવસ અને રાત બંને કામગીરી દરમિયાન ચેતક, એએલએચ, સી કિંગ અને નવા સામેલ એમએચ -60 આર સહિતના હેલિકોપ્ટરની શ્રેણીનું સંચાલન કરી શકે છે. રેલ-લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ સિસ્ટમ અને વિઝ્યુઅલ એઇડ એન્ડ લેન્ડિંગ સિસ્ટમ જેવી ખાસિયતો તમામ પરિસ્થિતિઓમાં સાતત્યપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરે છે. જહાજોમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓની મોટી સંખ્યામાં સમર્થન કરવા માટે વિશેષ વ્યવસ્થા પણ સામેલ છે. જે ફ્રન્ટલાઈન કોમ્બેટ ભૂમિકાઓમાં લૈંગિક સમાનતા તરફના નૌકાદળના પ્રગતિશીલ પગલાઓ સાથે સુસંગત છે.

કલવરી-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠી સ્કોર્પીન-ક્લાસ સબમરીન વાગશીર વિશ્વની સૌથી શાંત અને બહુમુખી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંની એક છે. તે એન્ટી સરફેસ વોરફેર, સબમરીન-વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી એકઠી કરવી, ક્ષેત્રની દેખરેખ રાખવી અને વિશેષ કામગીરી સહિત વિવિધ પ્રકારના મિશન હાથ ધરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. વાયર-ગાઇડેડ ટોર્પીડો, એન્ટિ-શિપ મિસાઇલ્સ અને અદ્યતન સોનાર સિસ્ટમ્સથી સજ્જ સબમરીનમાં મોડ્યુલર બાંધકામ પણ છે, જે ભવિષ્યમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (એઆઇપી) ટેકનોલોજીના સંકલન જેવા અપગ્રેડેશનની મંજૂરી આપે છે.

નીલગિરિ, સુરત અને વાગશીરનું સંયુક્ત કમિશનિંગ સંરક્ષણ ક્ષેત્રે સ્વાવલંબન અને સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની અજોડ પ્રગતિ દર્શાવે છે. જહાજોએ મશીનરી, હલ, ફાયર-ફાઇટિંગ અને ડેમેજ કન્ટ્રોલ મૂલ્યાંકન સહિતની આકરી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું છે, તેમજ દરિયામાં તમામ નેવિગેશન અને કમ્યુનિકેશન સિસ્ટમ્સને સાબિત કરી છે, જે તેમને સંપૂર્ણપણે કાર્યરત અને જમાવટ માટે તૈયાર કરે છે.

ઐતિહાસિક પ્રસંગ ન માત્ર નૌકાદળની દરિયાઇ શક્તિમાં વધારો દર્શાવે છે પરંતુ સાથે સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભરતામાં રાષ્ટ્રની નોંધપાત્ર સિદ્ધિઓનું પણ પ્રતીક દાખવે છે. ભારતીય નૌકાદળ અને સંપૂર્ણ રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે, જે એક મજબૂત અને આત્મનિર્ભર સંરક્ષણ પ્રણાલીનું નિર્માણ કરવાની ભારતની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે.

વાગશીર

સુરત

નીલગીરી

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2089247) Visitor Counter : 65