રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટને ધ્વજ અર્પણ કર્યો
Posted On:
20 DEC 2024 1:54PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (20 ડિસેમ્બર, 2024) કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ, સિકંદરાબાદને ધ્વજ પ્રદાન કર્યો છે.
આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ઉન્નત સંરક્ષણ વ્યવસ્થાપન ક્ષમતા રાજદ્વારી અને લશ્કરી ભાગીદારીને મજબૂત કરવામાં અને સંરક્ષણ નિકાસ વધારવામાં મદદ કરશે. તેનાખી ભારતને વૈશ્વિક સુરક્ષા ફોરમમાં સક્રિય વલણ જાળવવામાં પણ મદદ મળશે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ટેક્નોલોજીની પ્રગતિનો રાષ્ટ્રીય સુરક્ષા પર ઊંડો પ્રભાવ છે. ઉભરતી તકનીકો અને નવી વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા યુદ્ધની પરંપરાગત વ્યાખ્યાઓ અને પદ્ધતિઓ પડકારવામાં આવી રહી છે. ભારત ઉભરતી તકનીકો અને કૃત્રિમ બુદ્ધિમત્તાને ઉચ્ચ પ્રાધાન્ય આપી રહ્યું છે અને ઉન્નત કાર્યક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે ભારતીય સંરક્ષણ પ્રણાલીમાં તેનો ઉપયોગ કરી રહ્યું છે. અમે એક સર્વગ્રાહી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેમાં તેના પરંપરાગત દળોને અપગ્રેડ કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન, સાયબર યુદ્ધ ક્ષમતાઓ અને અંતરિક્ષ સંરક્ષણ તકનીકો સહિતની અત્યાધુનિક તકનીકોને અપનાવવાનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સશસ્ત્ર દળોના જવાનોને નવીનતમ તકનીકી વિકાસની સાથે સાથે બદલાતી ઓપરેશનલ ગતિશીલતા સાથે અપડેટ રાખવાની જરૂર છે. ગ્રે ઝોન વોરફેર અને હાઇબ્રિડ વોરફેરના આ યુગમાં કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. તેમણે બધાને સમય સાથે સતત વિકાસ કરવા અને ઝડપથી બદલાતા સુરક્ષા લેન્ડસ્કેપમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવાનો આગ્રહ કર્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે બહુપક્ષીય આર્થિક અને લશ્કરી માળખા અને જોડાણો દ્વારા, પ્રાદેશિક અને વૈશ્વિક સંરક્ષણ ચર્ચાઓમાં ભારતનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતની સંરક્ષણ ક્ષમતાઓ તેની તાકાત અને આગળ જોવાની દ્રષ્ટિ બંનેને પ્રતિબિંબિત કરે છે. આત્મનિર્ભરતા, તકનીકી પ્રગતિ અને વ્યૂહાત્મક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત ન માત્ર તેની સરહદો સુરક્ષિત કરી રહ્યું છે, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં પણ યોગદાન આપી રહ્યું છે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો –
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2086430)
Visitor Counter : 66