ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો
રાજ્યસભાના અધ્યક્ષે સભ્યોને જવાબદારી અને આત્મનિરીક્ષણનું આહ્વાન કરવાનું કહ્યું
Posted On:
20 DEC 2024 11:44AM by PIB Ahmedabad
રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે,
"માનનીય સભ્યો,
વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત ફરજ ઉપેક્ષિત થાય છે.
જ્યાં તર્કબદ્ધ સંવાદ પ્રબળ હોવો જોઈએ, ત્યાં આપણે માત્ર અરાજકતા જોઈએ છીએ. હું દરેક સંસદસભ્યને તે પછી કોઈપણ પક્ષના હોય, પોતાની અંતરાત્માને તપાસે તેવો આગ્રહ કરું છું.
આપણી લોકશાહીના નાગરિકો - માનવતાનો છઠ્ઠો ભાગ - આ તમાશાથી વધુના હકદાર છે.
આપણે તે અમૂલ્ય તકોને વેડફીએ છીએ જે આપણા લોકોની ભલાઈ માટે કામ આવી શકે છે.
હું આશા રાખું છું કે સભ્યો ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરશે અને નાગરિકો પ્રત્યેની તેમની જવાબદારીનું પાલન કરશે.
આ પવિત્ર ચેમ્બર એવા આચરણનું હકદાર છે, જે આપણી શપથનું સન્માન કરે છે, ન કે એવું નાટક જે તેને દગો આપે છે.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2086370)