ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ, અમે 'આતંક મુક્ત જમ્મુ અને કાશ્મીર'ના લક્ષ્યને વહેલી તકે હાંસલ કરીશું
મોદી સરકાર તમામ સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે
વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના લોકોની અભૂતપૂર્વ ભાગીદારી દર્શાવે છે કે તેઓ લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો, ઘૂસણખોરી અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી
મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઇકો-સિસ્ટમ લગભગ ખતમ થઈ ગઈ છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સંકલિત રીતે કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો
ગૃહમંત્રીએ મિશન મોડમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનના અમલીકરણ પર ભાર મૂક્યો હતો
प्रविष्टि तिथि:
19 DEC 2024 8:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ-સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર (આઇબી), રો ચીફ, ચીફ ઓફ આર્મી સ્ટાફ, જીઓસી-ઇન-સી (નોર્ધન કમાન્ડ), ડીજીએમઓ, જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ અને ડીજીપી, સીએપીએફનાં વડાઓ તથા ગૃહ મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ પોલિસીને અનુરૂપ અમે વહેલી તકે 'ટેરર ફ્રી જમ્મુ-કાશ્મીર'નું લક્ષ્ય હાંસલ કરીશું અને આ માટે તમામ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી સરકાર તમામ સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ પર સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનાં લોકોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ ભાગીદારી એ દર્શાવે છે કે, તેમને દેશની લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદી ઘટનાઓ, ઘૂસણખોરી અને આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતીમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઇકો-સિસ્ટમ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સંકલિત રીતે કામ કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે મિશન મોડમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનના અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2086282)
आगंतुक पटल : 140