કાપડ મંત્રાલય
કેન્દ્રએ ટેકનિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં 2 સ્ટાર્ટ-અપ્સને મંજૂરી આપી
આઈઆઈટી સહિત 6 શિક્ષણ સંસ્થાઓ ટેકનિકલ ટેક્સટાઈલના અભ્યાસક્રમો દાખલ કરશે
Posted On:
05 DEC 2024 12:09PM by PIB Ahmedabad
ટેક્સટાઈલ મંત્રાલયના સચિવે આજે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઈલ મિશન હેઠળ 9મી એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (EPC)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમિતિએ ‘ટેક્નિકલ ટેક્સટાઇલમાં મહત્વાકાંક્ષી ઇનોવેટર્સ માટે સંશોધન અને સાહસિકતા અનુદાન (ગ્રેટ)’ યોજના અંતર્ગત 2 સ્ટાર્ટ-અપ્સને લગભગ 50 લાખ રૂપિયાના અનુદાનની સાથે મંજૂરી આપી છે.
કમિટીએ ટેકનિકલ ટેક્સટાઈલમાં શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ કરવા માટેની સામાન્ય માર્ગદર્શિકા હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલમાં અભ્યાસક્રમો શરૂ કરવા માટે 6 શિક્ષણ સંસ્થાઓને અંદાજે 14 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવાની મંજૂરી પણ આપી દીધી છે.
સ્વીકૃત સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ્સ ટકાઉ કાપડ અને તબીબી કાપડના મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર કેન્દ્રિત છે. માન્ય શિક્ષણ સંસ્થાઓએ મેડિકલ ટેક્સટાઈલ, મોબાઈલ ટેક્સટાઈલ, જીઓટેક્સટાઈલ, જીઓસિન્થેટીક્સ વગેરે સહિત ટેકનિકલ ટેક્સટાઈલના વિવિધ ક્ષેત્રોમાં નવા B.Tech અભ્યાસક્રમો દાખલ કરવાની દરખાસ્ત કરી છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2080974)
Visitor Counter : 71