ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : રાજ્યસભા અધ્યક્ષ
રાજ્યસભાના અધ્યક્ષે ગૃહના સામાન્ય કામકાજમાં વિક્ષેપ પડવા બદલ ઊંડી વેદના અને પીડા વ્યક્ત કરી
Posted On:
29 NOV 2024 1:45PM by PIB Ahmedabad
આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ.
પ્રશ્નકાળ ન હોવાને કારણે સમયનું નુકસાન, તક ગુમાવવી, તક ગુમાવવાથી જનતાને મોટા પાયે ભારે આંચકો આપવામાં આવ્યો છે.
હવે હું માનનીય સભ્યોને ઊંડા ચિંતન માટે જણાવું છું, નિયમ 267ને આપણા સામાન્ય કામકાજમાં વિક્ષેપ અને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા વરિષ્ઠ સભ્યો છે. તેની પ્રશંસા નથી કરી શકાતી.
હું મારી ઊંડી વેદના, મારી સંપૂર્ણ પીડા વ્યક્ત કરું છું, આપણે એક ખૂબ જ ખરાબ દાખલો ઉભો કરી રહ્યા છીએ. આપણે આ દેશના લોકોનું અપમાન કરી રહ્યા છીએ. આપણે અપેક્ષાઓ પર ખરા નથી ઉતરી રહ્યા.
આપણા કાર્યો લોકો પર કેન્દ્રિત નથી. તે સંપૂર્ણપણે લોકોને નાપસંદ છે, આપણે અપ્રસ્તુત થઈ રહ્યા છીએ, લોકો આપણી મજાક ઉડાવી રહ્યા છે, આપણે વાસ્તવમાં હાસ્યને પાત્ર બની ગયા છીએ.
હું તમને અપીલ કરું છું, મહેરબાની કરો.
AP/IJ/GP/JT
(Release ID: 2078959)
Visitor Counter : 42