જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

HMJS એ ભૂગર્ભ જળ ઉપાડની પરવાનગી માટે “ભૂ-નીર” પોર્ટલ લૉન્ચ કર્યું


"ભૂ-નીર" સુવિધાઓમાં PAN આધારિત સિંગલ ID સિસ્ટમ અને QR કોડ સાથે NOC સામેલ છે

ભારત જળ સપ્તાહ 2024નું ઔપચારિક સમાપન

Posted On: 20 NOV 2024 11:59AM by PIB Ahmedabad

માનનીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે 19 સપ્ટેમ્બર 2024ના રોજ ભારત જળ સપ્તાહ 2024ના સમાપન સમારોહ દરમિયાન નવા વિકસિત “ભૂ-નીર” પોર્ટલને ડિજિટલી લૉન્ચ કર્યું હતું. “ભૂ-નીર” એ કેન્દ્ર દ્વારા વિકસિત એક અદ્યતન પોર્ટલ છે જેને જળ શક્તિ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)એ રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્ર (NIC)ના સહયોગથી સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ નિયમનમાં સુધારા માટે વિકસિત કર્યું છે. આ  પોર્ટલ સંસાધનોના સંચાલન અને નિયમન માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ્ય ભૂગર્ભ જળના વપરાશમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના છે.

"ભૂ-નીર" એ ભૂગર્ભજળના નિષ્કર્ષણને સંચાલિત કરતા કાયદાકીય માળખા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નિયમોને લગતી વ્યાપક વિગતો પ્રદાન કરવા માટે રચાયેલ છે. તેનો કેન્દ્રિય ડેટાબેઝ વપરાશકર્તાઓને ભૂગર્ભ જળ અનુપાલન, નીતિઓ અને ટકાઉ પ્રથાઓ પર નિર્ણાયક માહિતી ઍક્સેસ કરવાની મંજૂરી આપશે.

પોર્ટલને અનેક ઉપયોગકર્તા-અનુકુળ સુવિધાઓની સાથે વિકસાવવામાં આવ્યું, કે જેથી ભૂગર્ભ જળ ઉપાડની પરવાનગી મેળવવા માંગતા પ્રોજેક્ટ સમર્થકોને સુવ્યવસ્થિત પ્રક્રિયા પ્રવાહ પ્રદાન કરી શકાય. સરળ છતાં માહિતીપ્રદ ઈન્ટરફેસ અને PAN આધારિત સિંગલ આઈડી સિસ્ટમ, QR કોડ સાથે NOC વગેરે જેવી સુવિધાઓ ધરાવતું, "ભૂ-નીર" તેના અગાઉના વર્ઝન NOCAP કરતાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે.

"ભૂ-નીર" પોર્ટલ, ભૂગર્ભ જળ નિયમનને સીમલેસ અને ફેસલેસ કવાયત બનાવીને આદરણીય પ્રધાનમંત્રીના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વિઝનને પ્રોત્સાહન આપવાનું એક બીજું પગલું છે.

પોર્ટલ હવે સાર્વજનિક ઉપયોગ માટે ઉપલબ્ધ છે અને તમામ પ્રોજેક્ટ સમર્થકો ભૂગર્ભ જળ ઉપાડ સંબંધિત પ્રશ્નો, સ્પષ્ટતાઓ, એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકિંગ, વૈધાનિક શુલ્કની ચુકવણી માટે પોર્ટલ પર જઈ શકે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2074985) Visitor Counter : 26


Read this release in: English , Urdu , Tamil , Telugu