ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલયો અને સરકારી પુસ્તકાલયોના ગ્રંથપાલો સાથે વાર્તાલાપ કર્યો
દેશના ભવિષ્યના નિર્માણમાં પુસ્તકાલયોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે
શ્રી અમિત શાહે તેમના લોકસભા મતવિસ્તાર હેઠળની દરેક લાઇબ્રેરીને રૂ. 2 લાખના પુસ્તકો દાનમાં આપ્યા
આગામી દિવસોમાં ઓછામાં ઓછા 30 ટકા વાચકો વધારવાના માર્ગો સૂચવ્યા
હેરિટેજ પુસ્તકો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો
કેન્દ્રીય ગૃહ મંત્રીએ વ્યક્તિઓની વાંચન પસંદગીઓને સમજવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સલાહ આપી
તે ગ્રંથપાલોને વાચકોની પસંદગીના વધુ પુસ્તકો ખરીદવામાં મદદ કરશે
શ્રી અમિત શાહે અમદાવાદના પીપળજ ગામ પાસે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્થાપિત 15 મેગાવોટના વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું
375 કરોડના ખર્ચે બનેલ, વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટમાં દરરોજ 1,000 મેટ્રિક ટન કચરાને વીજળીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે
વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ સમગ્ર અમદાવાદ શહેરના કચરા વ્યવસ્થાપનને મજબૂત કરશે, તે ઊર્જાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરશે
Posted On:
01 NOV 2024 6:48PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલયો અને સરકારી પુસ્તકાલયોના ગ્રંથપાલો સાથે સંવાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશના ભવિષ્યનું નિર્માણ કરવામાં પુસ્તકાલયોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક્સ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "પુસ્તકાલયો કોઈ પણ દેશના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ટ્રસ્ટ સંચાલિત પુસ્તકાલયો અને સરકારી પુસ્તકાલયોના ગ્રંથપાલો સાથે વાર્તાલાપ કર્યો હતો. મને આનંદ છે કે આ ગ્રંથપાલો તેમની સાથે ભાવનાત્મક જોડાણ કરીને પુસ્તકોમાં પુસ્તકાલયના ઉત્સાહીઓની રુચિને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના પ્રયત્નોને કારણે, આગામી દિવસોમાં આ પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યામાં ઓછામાં ઓછા 30 ટકાનો વધારો થવાનો છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમના લોકસભા મતવિસ્તાર હેઠળની દરેક લાઇબ્રેરીને બે લાખના પુસ્તકોનું દાન કર્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં વાચકોમાં ઓછામાં ઓછા 30 ટકાનો વધારો થાય તેવા ઉપાયો સૂચવ્યા હતા અને હેરિટેજ બુક્સ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. શ્રી શાહે સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે જે વ્યક્તિઓની વાંચન પસંદગીઓને સમજવામાં મદદ કરી શકે છે અને ગ્રંથપાલોને તેમની પસંદગીના વધુ પુસ્તકો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદના પીપળજ ગામ નજીક જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્થાપવામાં આવેલા 15 મેગાવોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું.
શ્રી અમિત શાહે X પરની અન્ય એક પોસ્ટમાં માહિતી આપી હતી કે, "આજે અમદાવાદમાં પીપળજ ગામ નજીક જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્થાપિત 15 મેગાવોટના વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ₹ 375 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં રોજના 1000 મેટ્રિક ટન કચરાને વીજળીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે. તે સમગ્ર અમદાવાદ શહેરના કચરાના વ્યવસ્થાપનને મજબૂત બનાવશે અને ઊર્જાની જરૂરિયાતોને પણ પૂર્ણ કરશે."
AP/GP/JD
(Release ID: 2070220)
Visitor Counter : 19