સંરક્ષણ મંત્રાલય
ભારતીય સેનાના વિશેષ દળની ટુકડી સંયુક્ત કવાયત 'ગરુડ શક્તિ' માટે ઈન્ડોનેશિયા રવાના થઈ
Posted On:
01 NOV 2024 10:47AM by PIB Ahmedabad
ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 25 જવાનોનો સમાવેશ કરતી ભારતીય સેનાની ટુકડી સીજંતુંગ, જકાર્તા, ઇન્ડોનેશિયા માટે રવાના થઈ છે. આ કવાયત 1 થી 12 નવેમ્બર 2024 દરમિયાન હાથ ધરવામાં આવશે.
ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 40 જવાનોવાળા ઇન્ડોનેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ડોનેશિયન સ્પેશિયલ ફોર્સિસ કોપાસસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગરુડ શક્તિ 24ની કવાયતનો ઉદ્દેશ્ય બંને પક્ષોને એકબીજાની કાર્યપ્રણાલીઓથી પરિચિત કરાવવાનો, બંને સેનાઓના વિશેષ દળો વચ્ચે પરસ્પર સમજણ, સહકાર અને આંતરસંચાલનક્ષમતા વધારવાનો છે. આ કવાયત દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વિકસાવવા અને ચર્ચાઓ અને વ્યૂહાત્મક લશ્કરી કવાયતના રિહર્સલ દ્વારા બે સેનાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે.
આ કવાયતમાં વિશેષ કામગીરીનું આયોજન અને અમલીકરણ, વિશેષ દળોના કૌશલ્યોને આગળ વધારવા માટે અભિગમ, શસ્ત્રો, સાધનસામગ્રી, નવીનતાઓ, રણનીતિઓ, તકનીકો અને પ્રક્રિયાઓ અંગેની માહિતીનું આદાન-પ્રદાન સામેલ હશે. સંયુક્ત વ્યાયામ ગરુડ શક્તિ 24માં સંયુક્ત રીતે જંગલ વિસ્તારમાં સ્પેશિયલ ફોર્સ ઓપરેશન્સ, આતંકવાદી કેમ્પો પર હુમલા અને સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવા બંને દેશોની જીવનશૈલી અને સંસ્કૃતિની સમજ મેળવવા ઉપરાંત મૂળભૂત અને એડવાન્સ વિશેષ દળોના કૌશલ્યોને એકીકૃત કરતી માન્યતા કવાયતનો પણ સમાવેશ થશે.
આ કવાયત બંને ટુકડીઓને તેમના બોન્ડને મજબૂત કરવા અને શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવાની તક પૂરી પાડશે. તે બે મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચેના સહિયારા સુરક્ષા ઉદ્દેશ્યોને હાંસલ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2070078)
Visitor Counter : 103