ખાણ મંત્રાલય
નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ છ મહિનામાં મુખ્ય ખનિજો અને બિન-ફેરસ ધાતુઓના ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ
Posted On:
01 NOV 2024 11:32AM by PIB Ahmedabad
નાણાકીય વર્ષ 2023-24માં રેકોર્ડ ઉત્પાદન સ્તરે પહોંચ્યા પછી, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશમાં કેટલાક મુખ્ય ખનિજોના ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. મૂલ્યની દ્રષ્ટીએ કુલ MCDR ખનિજ ઉત્પાદનમાં આયર્ન ઓરનો હિસ્સો લગભગ 70% છે. નાણાકીય વર્ષ 2023-24માં આયર્ન ઓરનું ઉત્પાદન 274 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હતું.
કામચલાઉ ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આયર્ન ઓરનું ઉત્પાદન 128 MMTથી વધીને નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 135 MMT થયું છે, જે 5.5%ની સારી વૃદ્ધિ દર્શાવે છે. મેંગેનીઝ ઓરનું ઉત્પાદન નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 6.2% વધીને 1.7 MMT થયું છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.6 MMT હતું.
નોન-ફેરસ મેટલ સેક્ટરમાં, નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં પ્રાથમિક એલ્યુમિનિયમ ઉત્પાદનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 1.2%નો વધારો નોંધાયો હતો, જે નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 20.66 લાખ ટનથી વધીને નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં વધીને 20.90 લાખ ટન થઈ ગયો. સમાન તુલનાત્મક સમયગાળા દરમિયાન, શુદ્ધ તાંબાનું ઉત્પાદન 2.39 LT થી 2.50 LT સુધી 4.6% વધ્યું છે.
ભારત બીજો સૌથી મોટો એલ્યુમિનિયમ ઉત્પાદક છે, રિફાઈન્ડ કોપરમાં ટોચના-10 ઉત્પાદકોમાંથી એક છે અને વિશ્વમાં ચોથા સૌથી મોટા આયર્ન ઓર ઉત્પાદક છે. ચાલુ નાણાકીય વર્ષમાં આયર્ન ઓરના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ વપરાશકર્તા ઉદ્યોગમાં મજબૂત માંગની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. એલ્યુમિનિયમ અને તાંબામાં વૃદ્ધિ સાથે, આ વૃદ્ધિ વલણો ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ, ઓટોમોટિવ અને મશીનરી જેવા વપરાશકર્તા ક્ષેત્રોમાં સતત મજબૂત આર્થિક પ્રવૃત્તિ તરફ નિર્દેશ કરે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2070075)
Visitor Counter : 27