પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત
Posted On:
29 OCT 2024 7:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને પીએમએનઆરેફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય X હેન્ડલ પરથી સંદેશાઓ પોસ્ટ કર્યાઃ
"રાજસ્થાનના સીકરમાં થયેલ બસ દુર્ઘટના હૃદયદ્રાવક છે. જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટ પીડિતોને દરેક શક્ય મદદમાં રોકાયેલ છે: PM @narendramodi.
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના સીકરમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2069459)
Visitor Counter : 17
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam