કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
DoPPW1 થી 30 નવેમ્બર, 2024 સુધી રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 3.0 હાથ ધરશે
દેશભરના 800 જિલ્લાઓ/શહેરોમાં કેમ્પ યોજાશે, અત્યાર સુધીનું સૌથી મોટું ડીએલસી અભિયાન
ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનર્સના ડિજિટલ સશક્તીકરણને પ્રોત્સાહન અપાશે
1 કરોડ ફેસ ઓથેન્ટિકેટેડ ડીએલસી સાથે 2 કરોડ ડીએલસી હાંસલ કરવા માટે સંતૃપ્તિ મોડલ અપનાવવામાં આવ્યું
19 બેંકો, 785 ડિસ્ટ્રિક્ટ પોસ્ટ ઓફિસ, 57 વેલફેર એસોસિએશન્સ, એમઇઆઇટીવાય અને યુઆઈડીએઆઈ ટીમો, સીજીડીએ એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં સહયોગ કરશે
Posted On:
22 OCT 2024 2:46PM by PIB Ahmedabad
પેન્શન ચાલુ રાખવા માટે પેન્શનરોએ દર વર્ષે નવેમ્બર મહિનામાં લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવું પડે છે. DoPPW ત્રીજા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનું સંચાલન કરશે, જે 1 થી 30 નવેમ્બર, 2024 દરમિયાન ભારતભરના 800 શહેરો / જિલ્લાઓમાં યોજાશે. વિભાગે 9 ઓગસ્ટ, 2024 ના રોજ ઓ.એમ. દ્વારા માર્ગદર્શિકાને સૂચિત કરી છે.
આ અભિયાન પેન્શન વિતરણ બેંકો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન્સ, સીજીડીએ, ડીઓટી, રેલવે, યુઆઈડીએઆઈ અને એમઈઆઈટીવાયના સહયોગથી યોજાશે, જેનો ઉદ્દેશ દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં તમામ પેન્શનર્સને સ્પર્શવાનો છે.
ડીએલસી અભિયાન 2.0 નવેમ્બર, 2023માં 100 શહેરોમાં 597 સ્થળોએ યોજવામાં આવ્યું હતું, જે અંતર્ગત કુલ 1.47 કરોડ ડીએલસી જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45.46 લાખ કેન્દ્ર સરકારના પેન્શનર્સ હતા. ફેસ ઓથેન્ટિકેશન ટેકનિકનો ઉપયોગ કરીને 25.41 લાખ ડીએલસી જનરેટ કરવામાં આવ્યા હતા અને 90 વર્ષથી વધુ વયના 30,500થી વધુ પેન્શનરોએ ડીએલસીનો લાભ લીધો હતો.
આગામી અભિયાન માટેની પ્રારંભિક તબક્કાની શરૂઆત તમામ હોદ્દેદારો સાથે વિસ્તૃત બેઠકો યોજીને કરવામાં આવી છે. 800 જિલ્લાઓ, 1900 શિબિરનાં સ્થળો અને 1000 નોડલ અધિકારીઓનાં મેપિંગ સાથે સમર્પિત ડીએલસી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. તમામ નોડલ અધિકારીઓ માટે તબક્કાવાર તાલીમ નક્કી કરવામાં આવી છે.
આઇપીપીબી તેના 1.8 લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્ક મારફતે 785 જિલ્લાઓમાં શિબિરનું આયોજન કરશે. આઇપીપીબી ડોરસ્ટેપ ડીએલસી સેવાઓ પૂરી પાડે છે. આ સુવિધા દેશભરના પેન્શનર્સની તમામ કેટેગરીને ઉપલબ્ધ રહેશે, પછી ભલેને તેમના પેન્શન ખાતા જુદી જુદી બેંકમાં હોય. આઇપીપીબી મારફતે "ડીએલસી સુપરત કરવા માટે ડોરસ્ટેપ સર્વિસ"નો લાભ લેવા માટે પેન્શનર્સ ippbonline.com પર વિસ્તૃત માહિતી મેળવી શકે છે. તમામ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો મોબાઇલ ફોનથી સજ્જ છે, જેનો ઉપયોગ ફિંગર બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન ટેકનિક મારફતે ડીએલસી ઉત્પાદન માટે થશે.
19 પેન્શન વિતરણ બેંકો 150 શહેરોમાં 750થી વધારે સ્થળોએ કેમ્પ પણ યોજશે. વૃદ્ધો/વિકલાંગો/બીમાર પેન્શનરો માટેનાં ઘરો/હોસ્પિટલોની મુલાકાત લેવામાં આવશે, જેથી તેમને જીવનનું પ્રમાણપત્ર ડિજિટલ રીતે સુપરત કરવામાં સરળતા રહેશે. આ પગલાંનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પેન્શનરોને આ અભિયાનનો લાભ મળે અને તે ખાસ કરીને સુપર સિનિયર પેન્શનર્સ માટે મદદરૂપ થાય.
ડીઓપીપીડબ્લ્યુમાં રજિસ્ટર્ડ 57 પેન્શન વેલ્ફેર એસોસિએશનો આઇપીપીબી અને પેન્શન વિતરણ બેંકો દ્વારા આયોજિત થનારી શિબિરો માટે શિબિરનું આયોજન કરીને અને પેન્શનર્સને એકત્રિત કરીને આ અભિયાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વર્ષે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ફોકસ કરવામાં આવશે. એમઈઆઈટીવાય અને યુઆઈડીએઆઈ આ અભિયાન દરમિયાન સંપૂર્ણ ટેકનિકલ સહાય પૂરી પાડશે. વૃદ્ધ પેન્શનરો માટે ફેસ ઓથને વધુ એકીકૃત અને અનુકૂળ બનાવવામાં આવ્યો છે.
ઓડિયો, વિઝ્યુઅલ અને પ્રિન્ટ પબ્લિસિટી માટે આ અભિયાનને સંપૂર્ણ ટેકો પૂરો પાડવા ડીડી, એઆઈઆર અને પીઆઇબી ટીમો સંપૂર્ણપણે સજ્જ છે. અભિયાન વિશે જાગૃતિ ફેલાવવા માટે એસએમએસ, ટ્વીટ્સ (#DLCCampaign3), જિંગલ્સ અને શોર્ટ ફિલ્મો દ્વારા આઉટરીચ પ્રયત્નોને વધુ પૂરક બનાવવામાં આવશે.
આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ સશક્તીકરણ અભિયાન હશે અને પેન્શનર્સની તમામ કેટેગરીમાં મહત્તમ પહોંચ હાંસલ કરવા ઇચ્છે છે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2067021)
Visitor Counter : 72