યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રમતગમત વિભાગમાં વિશેષ અભિયાન 4.0 માટેની તૈયારીઓ પૂરજોશમાં

Posted On: 20 SEP 2024 11:49AM by PIB Ahmedabad

યુવા બાબતો અને રમત મંત્રાલય અંતર્ગત રમતગમત વિભાગ, પોતાના હેઠળના સંગઠનો સાથે મળીને, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIPE), નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી (NSU), નેશનલ એન્ટિ- ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને ઓફિસોમાં પેન્ડન્સી ઘટાડવાના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ 4.0 અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે.

અભિયાનનો પ્રારંભિક તબક્કો 16મી સપ્ટેમ્બર 2024થી શરૂ થયો છે, જેનો ઉદ્દેશ્ય PMO, VIP, રાજ્ય સરકાર, MP, કેબિનેટ સંદર્ભો અને રેકોર્ડ/સ્પેસ મેનેજમેન્ટના પેન્ડન્સીના સંદર્ભમાં લક્ષ્યોને ઓળખવા માટેનો છે. જ્યારે અમલીકરણનો તબક્કો 2 ઑક્ટોબર 2024થી શરૂ થશે અને 31 ઑક્ટોબર 2024 સુધી ચાલશે. અમલીકરણ દરમિયાન, તબક્કાનું વિશેષ ધ્યાન ઓળખવામાં આવેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા પર રહેશે.

વિશેષ અભિયાનના પ્રારંભિક તબક્કાની શરૂઆત સાથે વિભાગ અને તેના હેઠળની સંસ્થાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વિશેષ ઝુંબેશ 4.0ની તૈયારી પર તેમના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ સંસ્થાઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. પ્રવૃતિઓને વેગ આપવા અને અભિયાનનો સંદેશો ફેલાવવા માટે સંસ્થાઓ પાસેથી એક્શન પ્લાન મંગાવવામાં આવ્યા છે.

વિશેષ અભિયાન 3.0 દરમિયાન રમતગમત વિભાગની સિદ્ધિઓ નીચે મુજબ છે (નવેમ્બર 2023થી ઓગસ્ટ 2024 સુધી):

  • સાંસદોના 165 સંદર્ભોના જવાબ આપ્યા
  • 7 સંસદીય ખાતરી પૂરી કરી
  • 781 જાહેર ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો
  • લગભગ 1500 જેટલી ભૌતિક ફાઈલોનો સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ નિકાલ કરવામાં આવ્યો હતો
  • ઈ-ઓફિસમાં 2000થી વધુ ઈ-ફાઈલો બંધ કરવામાં આવી હતી
  • વિભાગ અને તેની સંસ્થાઓમાં લગભગ 180 સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2056911) Visitor Counter : 35


Read this release in: English , Urdu , Hindi , Tamil