મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસ 2024નો પ્રારંભ કર્યો
Posted On:
04 SEP 2024 11:50AM by PIB Ahmedabad
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી, શ્રીમતી સાવિત્રી ઠાકુરે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં 1 સપ્ટેમ્બર, 2024ના રોજ રાષ્ટ્રીય પોષણ માસ 2024ની શરૂઆત કરી.
આ પ્રસંગે બોલતા શ્રીમતી ઠાકુરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2018માં શરૂ કરાયેલ આ અભિયાને સમગ્ર દેશમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ અભિયાન દ્વારા અમે કુપોષણ સામેની લડાઈમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
તેમણે તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય પોષણ માસ 2024માં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી. તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં તમારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવો અને વિકસિત, સ્વસ્થ અને મજબૂત ભારતના નિર્માણમાં ભાગીદાર બનો.
રાજ્યમંત્રીએ કહ્યું કે, 1લીથી 30મી સપ્ટેમ્બર સુધી ચાલનારા રાષ્ટ્રીય પોષણ માસ 2024માં આપણે આપણી સહભાગિતા સુનિશ્ચિત કરવી જોઈએ અને દેશભરમાં આયોજિત કાર્યક્રમોમાં સક્રિય બનીને સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
આ પ્રસંગે મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી નિર્મલા ભુરિયા પણ ઉપસ્થિત હતા.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2051628)
Visitor Counter : 86