ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રીએ 60 વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો


FPS સહાય એપ્લીકેશન, મેરા રાશન એપ 2.0, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ હેન્ડબુક, કોન્ટ્રાક્ટ મેન્યુઅલ FCI અને 3 લેબોરેટરીની NABL માન્યતા પણ લોન્ચ

જન પોષણ કેન્દ્રો વાજબી ભાવની દુકાનના ડીલરોને સારી આવક અને ગ્રાહકોને પોષણથી ભરપૂર ખાદ્યપદાર્થો પૂરા પાડશેઃ શ્રી જોશી

Posted On: 20 AUG 2024 3:45PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તથા નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ વેંકટેશ જોશીએ વાજબી ભાવની 60 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા પાયલોટ લોંચ કરી હતી. આ પ્રસંગે તેમણે આજે અહીં એફપીએસ સહાય એપ્લિકેશન, મેરા રાશન એપ્લિકેશન 2.0, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ હેન્ડબુક, કોન્ટ્રાક્ટ મેન્યુઅલ એફસીઆઈ અને 3 લેબોરેટરીઝની એનએબીએલ એક્રેડિટેશનનો પણ શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, શરૂ કરવામાં આવેલા તમામ 6 કાર્યક્રમોથી પારદર્શિતા લાવવા, કડક ગુણવત્તા નિયંત્રણ સુનિશ્ચિત કરવાની સાથે સાથે ખાદ્ય સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત કરવામાં આવશે, કુપોષણને કાબૂમાં લેવામાં આવશે અને સિસ્ટમમાં થતા લીકેજને પણ અટકાવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WI6F.jpg

ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરપ્રદેશમાં વાજબી ભાવની 60 દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પાયલોટ લોંચિંગ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્યું હતું કે, જન પોષણ કેન્દ્ર ભારતનાં વાજબી ભાવની દુકાન (એફપીએસ)નાં ડીલરોની આવકનું સ્તર વધારવાની માગનું સમાધાન પ્રદાન કરે છે. આ કેન્દ્રો ઉપભોક્તાઓને પોષણથી સમૃદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓની વિવિધ શ્રેણી પ્રદાન કરશે તેમજ એફપીએસ ડીલર્સને આવકનો વધારાનો સ્ત્રોત પ્રદાન કરશે. કેન્દ્ર સરકારના પ્રથમ 100 દિવસના કાર્યક્રમના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા જન પોષણ કેન્દ્રમાં પોષણની શ્રેણી હેઠળ 50 ટકા ઉત્પાદનોનો સંગ્રહ કરવાની જોગવાઈ હશે, જ્યારે બાકીની ચીજવસ્તુઓ અન્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ રાખવા માટે હશે. કેન્દ્રીય મંત્રીએ વાજબી ભાવની દુકાનના ડીલરો સાથે પણ વાતચીત કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QOX4.jpg

શ્રી જોશીએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ દેશ ગતિશીલ રીતે વિકસિત ભારત 2047નાં લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહ્યો છે. ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની આ પહેલો આ પ્રકારના પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય)ને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેમાં દેશમાં ખાદ્ય સુરક્ષાનો વ્યાપ વધારવા માટે આશરે રૂ. 12 લાખ કરોડનો અંદાજિત નાણાકીય ખર્ચ થશે. વન નેશન વન રેશનકાર્ડ પહેલાથી જ દેશભરમાં સીમલેસ વ્યવહારોની સુવિધા આપી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032HJY.jpg

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા ડિજિટલાઇઝેશનમાં સક્રિય પ્રયાસોને પરિણામે લાભાર્થીઓને વપરાશકર્તા-કેન્દ્રિત સેવાઓમાં સુધારો થયો છે. મેરા રાશન એપ 2.0, ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ક્વોલિટી મેન્યુઅલ, કોન્ટ્રાક્ટ મેન્યુઅલ, એફપીએસ સહાય એપ્લિકેશન અને એનએબીએલ એક્રેડિટેશન ઓફ લેબોરેટરીઝના લોન્ચથી ડિજિટલાઇઝેશનના પ્રયાસોને વેગ મળશે. શ્રી જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થામાં વધુ નવીનતા અને એકંદરે સુધારણા લાવવા માટે તમામ હિતધારકોનાં સૂચનો માટે આ વિભાગ તૈયાર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KJIM.jpg

"એફપીએસ-સહાય" સિડબી દ્વારા વિકસાવવામાં આવેલી એક ઓન-ડિમાન્ડ ઇન્વોઇસ બેઝ્ડ ફાઇનાન્સિંગ (આઇબીએફ) એપ્લિકેશન છે, જેને એફપીએસ ડીલર્સને સંપૂર્ણપણે પેપરલેસ, પ્રેઝન્સ-લેસ, કોલેટરલ-ફ્રી, કેશ ફ્લો-આધારિત ફાઇનાન્સિંગ ઓફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મેરા રાશન એપ્લિકેશન 2.0 મોબાઇલ એપ્લિકેશન દેશભરના લાભાર્થીઓ માટે વધુ મૂલ્ય વર્ધિત સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓ (કેન્દ્ર અને રાજ્ય બંને) ને તેમના તરફથી રેશનકાર્ડ અને પીડીએસ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ મળશે.

ડીએફપીડી અને એફસીઆઈમાં ક્વોલિટી કન્ટ્રોલ લેબના સંકલન માટે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ ડિજિટલ એપ્લિકેશન છે. ડિજિટલ ક્યૂએમએસ ગુણવત્તા નિયંત્રણ લેબ્સ માટે એક મહત્વપૂર્ણ સાધન છે, જે પ્રાપ્તિ, સંગ્રહ અને વિતરણના તબક્કા દરમિયાન વાસ્તવિક સમય પર તમામ ચાવીરૂપ વ્યવહારોને કેપ્ચર કરવા માટે સક્ષમ છે. ડીએફપીડીએ ગુણવત્તા નિયંત્રણની એક વ્યાપક હેન્ડબુક તૈયાર કરી છે, જે કેન્દ્રીય પૂલ અનાજની ગુણવત્તાના કડક માપદંડોને સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવનારી વિવિધ પ્રક્રિયાઓ, માપદંડો, રોડમેપ અને નીતિઓનું ચોક્કસ વર્ણન કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005KDIL.jpg

કોન્ટ્રાક્ટ મેન્યુઅલ ઓફ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)નું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એફસીઆઈના કોન્ટ્રાક્ટ મેન્યુઅલને તમામ અસ્પષ્ટતાઓ દૂર કરવા, સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા અને કરારોમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે કલ્પના કરવામાં આવી છે. આધાર એફસીઆઈ ટેન્ડરમાં મહત્તમ ભાગીદારી કરવાનો છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરવા, પરીક્ષણ અને કેલિબ્રેશન સેવાઓમાં ગુણવત્તા અને વિશ્વસનિયતાને સુનિશ્ચિત કરવા તેમજ ગ્રાહકોનો વિશ્વાસ અને સંતોષ વધારવા માટે એનએબીએલ લેબ્સની માન્યતા વિભાગની પ્રયોગશાળાઓ માટે મહત્ત્વપૂર્ણ છે.

AP/GP/JD



(Release ID: 2046947) Visitor Counter : 65