પ્રધાનમંત્રીનું કાર્યાલય
જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રીએ મંત્રીઓનું સ્વાગત કર્યું અને આવતીકાલે 2+2 મીટિંગ દરમિયાન ચર્ચા માટે તેમના વિચારો શેર કર્યા
પ્રધાનમંત્રીએ નિર્ણાયક ખનિજો, સેમિકન્ડક્ટર્સ અને સંરક્ષણ ઉત્પાદન પર ગાઢ સહકારની દરખાસ્ત કરી
Posted On:
19 AUG 2024 10:16PM by PIB Ahmedabad
મહામહિમ સુશ્રી યોકો કામિકાવા, જાપાનના વિદેશ મંત્રી અને જાપાનના સંરક્ષણ મંત્રી મહામહિમ શ્રી મિનોરુ કિહારા 19 ઓગસ્ટ 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિદેશ મંત્રી કામિકાવા અને સંરક્ષણ મંત્રી કિહારા ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠકના ત્રીજા રાઉન્ડ માટે ભારતની મુલાકાતે છે.
પ્રધાનમંત્રીએ જાપાનના મંત્રીઓનું સ્વાગત કર્યું અને વધુને વધુ જટિલ પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થાના સંદર્ભમાં અને ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાના સંદર્ભમાં 2+2 બેઠક યોજવાના મહત્વ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન જેવા વિશ્વાસુ મિત્રો વચ્ચે ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ, સેમિકન્ડક્ટર્સ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગાઢ સહકાર માટે તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા.
તેઓએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ સહિત દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવામાં ભારત-જાપાન ભાગીદારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને મજબૂત કરવા અને લોકો વચ્ચેના સંબંધોને વધારવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે બંને પ્રધાનમંત્રીઓની આગામી સમિટ માટે જાપાનની સમૃદ્ધ અને પરિણામલક્ષી મુલાકાતની આશા વ્યક્ત કરી હતી.
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2046804)
Visitor Counter : 107
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam