મંત્રીમંડળ

મંત્રીમંડળે લિગ્નોસેલ્યુલોઝિક બાયોમાસ અને અન્ય પુનઃપ્રાપ્ય ફીડસ્ટોકનો ઉપયોગ કરીને અદ્યતન જૈવિક ઇંધણ પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય પ્રદાન કરવા માટે "પ્રધાનમંત્રી જેઆઇ-વાન યોજના"માં સુધારાને મંજૂરી આપી


Posted On: 09 AUG 2024 10:21PM by PIB Ahmedabad

જૈવિક બળતણના ક્ષેત્રમાં નવીનતમ વિકાસ સાથે તાલ મિલાવવા અને વધુ રોકાણને આકર્ષિત કરવા માટે, વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટએ આજે સંશોધિત પ્રધાનમંત્રી જે-વન યોજનાને  મંજૂરી આપી છે.

સંશોધિત યોજના પાંચ વર્ષ એટલે કે 2028-29 સુધી યોજનાના અમલીકરણ માટેની સમયમર્યાદામાં વધારો કરે છે અને તેમાં લિગ્નોસેલ્યુલોસિક ફીડસ્ટોક્સ એટલે કે કૃષિ અને વનીકરણના અવશેષો, ઔદ્યોગિક કચરો, સંશ્લેષણ (સિન) ગેસ, શેવાળ વગેરેમાંથી ઉત્પાદિત અદ્યતન જૈવિક ઇંધણોનો સમાવેશ થાય છે.  "બોલ્ટ ઓન" પ્લાન્ટ્સ અને "બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ" પણ હવે તેમના અનુભવનો લાભ ઉઠાવવા અને તેમની વ્યવહારિકતામાં સુધારો કરવા માટે પાત્ર બનશે.

બહુવિધ ટેકનોલોજી અને બહુવિધ ફીડસ્ટોક્સને પ્રોત્સાહન આપવા માટે હવે ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને નવીનતાઓ સાથે પ્રોજેક્ટ દરખાસ્તોને પ્રાધાન્ય આપવામાં આવશે.

યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને કૃષિનાં અવશેષો માટે વળતરદાયક આવક પ્રદાન કરવાનો, પર્યાવરણને લગતા પ્રદૂષણને દૂર કરવાનો, સ્થાનિક રોજગારીની તકોનું સર્જન કરવાનો અને ભારતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતામાં પ્રદાન કરવાનો છે. તે અદ્યતન જૈવઇંધણ તકનીકોના વિકાસને પણ ટેકો આપે છે અને મેક ઇન ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપે છે. તે વર્ષ 2070 સુધીમાં ગ્રીનહાઉસ વાયુનાં ચોખ્ખાં શૂન્ય ઉત્સર્જન માટે ભારતનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં પણ મદદરૂપ થાય છે.

પ્રધાનમંત્રી જેઆઇ-વન યોજના મારફતે અદ્યતન જૈવિક ઇંધણોને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની પ્રતિબદ્ધતા સ્થાયી અને સ્વનિર્ભર ઊર્જા ક્ષેત્ર પ્રત્યેની તેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

પાર્શ્વભાગ:

સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપી રહી છે, જેમાં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ કરે છે. ઇબીપી કાર્યક્રમ હેઠળ ઇથેનોલનું પેટ્રોલ સાથેનું મિશ્રણ વર્ષ 2013-14માં ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) 38 કરોડ લિટરથી વધીને ઇએસવાય 2022-23માં 500 કરોડ લિટરથી વધારે થયું છે અને રીતે બ્લેન્ડિંગની ટકાવારી 1.53 ટકાથી વધીને 12.06 ટકા થઈ છે. જુલાઈ, 2024 ના મહિનામાં મિશ્રણની ટકાવારી 15.83% ને સ્પર્શી ગઈ છે અને હાલમાં ચાલી રહેલા ઇએસવાય 2023-24 માં સંચિત મિશ્રણની ટકાવારી 13% ને વટાવી ગઈ છે.

ઓએમસી ઇએસવાય 2025-26ના અંત સુધીમાં 20 ટકા મિશ્રણ લક્ષ્યાંક હાંસલ કરવાની તૈયારીમાં છે. એક અંદાજ મુજબ ઇએસવાય 2025-26 દરમિયાન 20 ટકા મિશ્રણ હાંસલ કરવા માટે 1100 કરોડ લિટર ઇથેનોલની જરૂર પડશે, જે માટે 1750 કરોડ લિટર ઇથેનોલ નિસ્યંદન ક્ષમતાને બ્લેન્ડિંગની જરૂરિયાત પૂર્ણ કરવા અને અન્ય ઉપયોગો (પીવાલાયક, રસાયણ, ફાર્માસ્યુટિકલ વગેરે) માટે સ્થાપિત કરવાની જરૂર પડશે.

ઇથેનોલના મિશ્રણના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે સરકાર બીજી પેઢી (2જી) ઇથેનોલ (એડવાન્સ જૈવિક ઇંધણ) જેવા વૈકલ્પિક સ્રોતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છેવધારાના બાયોમાસ/કૃષિ કચરા કે જેમાં સેલ્યુલોઝિક અને લિગ્નોસેલ્યુલોસિક તત્ત્વો, ઔદ્યોગિક કચરો વગેરે હોય તેને અદ્યતન જૈવિક-બળતણ તકનીકનો ઉપયોગ કરીને ઇથેનોલમાં રૂપાંતરિત કરી શકાય છે.

દેશમાં 2જી ઇથેનોલ ક્ષમતાને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે "પ્રધાનમંત્રી જેઆઇ-વાન (જૈવ ઇન્ધન-વટાવરણ અનુકૂલ ફસલ અવેશ નિવારણ) યોજના"ને 07.03.2019નાં રોજ 2જી જૈવિક-ઇથેનોલ પરિયોજનાઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે સૂચિત કરવામાં આવી હતી.

યોજના હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હરિયાણાનાં પાણીપતમાં સ્થાપિત પ્રથમ 2જી ઇથેનોલ પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી દ્વારા 10 ઓગસ્ટ, 2022નાં રોજ કરવામાં આવ્યું હતું. બીપીસીએલ, એચપીસીએલ અને એનઆરએલ દ્વારા અનુક્રમે બારગઢ (ઓડિશા), બઠિંડા (પંજાબ) અને નુમાલીગઢ (આસામ)માં સ્થાપિત અન્ય 2જી વાણિજ્યિક પ્રોજેક્ટ્સ પણ પૂર્ણતાના આરે છે.

AP/GP/JD



(Release ID: 2043933) Visitor Counter : 16


Read this release in: English , Marathi , Kannada