રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

GSVએ એવિએશન સેક્ટર માટે "સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ" પર એક્ઝિક્યુટિવ ટ્રેનિંગનું આયોજન કર્યું

Posted On: 06 AUG 2024 6:06PM by PIB Ahmedabad

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)એ ગઈકાલથી એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ (AITD) દ્વારકા, નવી દિલ્હી ખાતે ઉડ્ડયન ક્ષેત્ર માટે તેનો પ્રથમ એક્ઝિક્યુટિવ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીનો ત્રણ દિવસીય કાર્યક્રમ કાર્યરત વ્યાવસાયિકો માટે "સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ" પર કેન્દ્રિત હશે, તે એરબસના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે, જેમાં ઈન્ડિગો, વિસ્તારા જેવી અગ્રણી એરલાઈન્સના સહભાગીઓ તેમજ એરબસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ કોર્સમાં નેપાળના ચાર અને ભૂટાનના ચાર પ્રતિનિધિઓ સહિત આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિકો પણ ભાગ લઈ રહ્યા છે. પ્રોગ્રામ માટેના પ્રશિક્ષકો ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો છે.

કોર્સનું ઉદ્ઘાટન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના ડાયરેક્ટર જનરલ ગ્રૂપ કેપ્ટન જીવીજી યુગાંધર અને એર ઈન્ડિયા એવિએશન એકેડમીના ડિરેક્ટર શ્રી સુનિલ ભાસ્કરન દ્વારા જીએસવીના વાઇસ ચાન્સેલર પ્રો. મનોજ ચૌધરી અને ડીન (એક્ઝિક્યુટિવ એજ્યુકેશન) પ્રો. પ્રદીપ ગર્ગની ઉપસ્થિતિમાં કર્યું.

નોંધનીય છે કે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (રેલવે મંત્રાલય હેઠળ સંચાલિત એક કેન્દ્રીય યુનિવર્સિટી) સમગ્ર પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને આવરી લેવાના આદેશ સાથે તાજેતરમાં ભારતમાં એરોસ્પેસ શિક્ષણ, તાલીમ અને સંશોધનને પ્રોત્સાહન આપવા એરબસ સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. "ઉદ્યોગ-સંચાલિત" અભિગમમાં કામ કરીને, GSV પહેલેથી જ રેલવે, બંદરો અને શિપિંગ અને મેટ્રો રેલ ટેક્નોલોજી જેવા વિવિધ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રો માટે નિયમિત શિક્ષણ (સ્નાતક/માસ્ટર્સ/ડોક્ટરલ સ્તર) અને એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યું છે. GSVએ આ શૈક્ષણિક વર્ષથી એવિએશન એન્જિનિયરિંગમાં B.Techની પણ શરૂઆત કરી છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2042453) Visitor Counter : 111