સંરક્ષણ મંત્રાલય

લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર પ્રથમ મહિલા ડીજી મેડિકલ સર્વિસ (સેના) બન્યાં

Posted On: 01 AUG 2024 10:35AM by PIB Ahmedabad

લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયરે, 01 ઓગસ્ટ, 2024ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (આર્મી)નું પદ સંભાળ્યું છે, આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારાં તેઓ પ્રથમ મહિલા બન્યાં છે. આ પહેલા, તેઓ એર માર્શલના રેન્ક પર પ્રમોશન પર ડીજી હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)નું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતાં.

image.png

લેફ્ટનન્ટ જનરલ નાયરે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પૂણેમાંથી વિશિષ્ટ શૈક્ષણિક રેકોર્ડ સાથે સ્નાતક થયા અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં કમિશન મેળવ્યું. તેમણે ફેમિલી મેડિસિનમાં ગ્રેજ્યુએશન, માતૃત્વ અને બાળ આરોગ્ય અને આરોગ્ય સંભાળ વ્યવસ્થાપનમાં ડિપ્લોમા, અને AIIMS, નવી દિલ્હી ખાતે મેડિકલ ઇન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પૂરો કર્યો છે. તેમણે ઇઝરાયેલી સંરક્ષણ દળો સાથે રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને પરમાણુ યુદ્ધમાં અને સ્પીઝમાં સ્વિસ સશસ્ત્ર દળો સાથે લશ્કરી તબીબી નીતિશાસ્ત્રમાં તાલીમ આપવામાં આવી હતી. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડના પ્રથમ મહિલા પ્રિન્સિપલ મેડિકલ ઓફિસર અને ઈન્ડિયન એર ફોર્સ (IAF)ના ટ્રેનિંગ કમાન્ડ પણ છે.

લેફ્ટનન્ટ જનરલ નાયરને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તબીબી શિક્ષણ ઘટકના ભાગનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. કસ્તુરીરંગન સમિતિના નિષ્ણાત સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમને શ્રેષ્ઠ સેવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વેસ્ટર્ન એર કમાન્ડ અને ચીફ ઓફ ધ એર સ્ટાફ પ્રસંશા તેમજ વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2040001) Visitor Counter : 69