પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકહીડ માર્ટિનની 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ' પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી

Posted On: 19 JUL 2024 11:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનને સાકાર કરવા માટે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી લોકહીડ માર્ટિનની પ્રતિબદ્ધતાને બિરદાવી છે.

લોકહીડ માર્ટીનના સીઈઓ જિમ ટેસલેટ ગુરુવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે  મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:

"@LockheedMartinના સીઈઓ, જિમ ટેસલેટે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. લોકહીડ માર્ટિન ભારત-યુએસ એરોસ્પેસ અને સંરક્ષણ ઔદ્યોગિક સહકારમાં મુખ્ય ભાગીદાર છે. અમે 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ'ના વિઝનને સાકાર કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાને આવકારીએ છીએ."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2034232) Visitor Counter : 29