સંરક્ષણ મંત્રાલય

એરફોર્સ સ્ટેશન સરસાવા ખાતે કારગીલ વિજય દિવસ રજત જયંતિ 2024ની ઉજવણી કરાઈ

Posted On: 14 JUL 2024 10:05AM by PIB Ahmedabad

ભારતીય વાયુસેના પાસે પોતાના બહાદુર હવાઈ યોદ્ધાઓના સાહસ અને બલિદાનની એક ગૌરવશાળી વારસો છે, જેઓ 1999માં કારગીલ યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડ્યા હતા, જે ખરેખર લશ્કરી ઉડ્ડયનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ હતું. કારગીલ યુદ્ધ (ઓપરેશન સફેદ સાગર)માં IAFના ઓપરેશન, IAFના 16000 ફૂટથી વધુની ઊંચાઈ અને ચક્કરદાર ઉંચાઈઓ દ્વારા ઉભા થયેલા અદમ્ય પડકારોને પહોંચી વળવાની IAFની ક્ષમતાનો પુરાવો છે, જેણે દુશ્મનને નિશાન બનાવવામાં અનન્ય ઓપરેશનલ મુશ્કેલીઓ ઊભી કરી હતી. ઝડપી ટેકનિકલ ફેરફારો અને નોકરી-તાલીમના કારણે IAFને વિશ્વના સર્વોચ્ચ યુદ્ધભૂમિ પર લડાયેલ આ યુદ્ધને જીતવા માટે તેની હવાઈ શક્તિના ઉપયોગમાં સારી સ્થિતિમાં રાખ્યા. એકંદરે, IAFએ લગભગ 5000 સ્ટ્રાઇક મિશન, 350 રિકોનિસન્સ/ELINT મિશન અને લગભગ 800 એસ્કોર્ટ ફ્લાઇટ્સ ઉડાવી. IAFએ ઘાયલોની સહાય કરવા અને હવાઈ પરિવહન કામગીરી માટે 2000થી વધુ હેલિકોપ્ટર ઉડાન પણ ભરી.

કારગીલ વિજયના 25 વર્ષની ઉજવણી કરવા માટે, ભારતીય વાયુસેના 12 જુલાઇથી 26 જુલાઇ 24 દરમિયાન એરફોર્સ સ્ટેશન સરસાવા ખાતે 'કારગિલ વિજય દિવસ રજત જયંતિ' ઉજવી રહી છે, જેમાં રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરને સન્માનિત કરે છે. એરફોર્સ સ્ટેશન સરસાવાના 152 હેલિકોપ્ટર યુનિટ, 'ધ માઇટી આર્મર', ઓપરેશન સફેદ સાગર દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી. 28 મે 99ના રોજ 152 એચયૂના સ્કવોડ્રન લીડર આર પુંડીર, ફ્લાઈટ લેફટનેન્ટ એક મુહિલાન, સાર્જન્ટ પીવીએનઆર પ્રસાદ અને સાર્જન્ટ આરકે સાહુને ટોલોલિંગ ખાતે દુશ્મનના ઠેકાણાં પર સીધો હુમલો કરવા માટે 'નુબરા' ફોર્મેશન તરીકે ઉડાન ભરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હુમલાને સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ, ભાગવા દરમિયાન તેમના હેલિકોપ્ટરને  દુશ્મનની સ્ટિંગર મિસાઈલથી ટાર્ગેટ કરવામાં આવી, જેમાં ચાર અનમોલ જીવ જતાં રહ્યા. અસાધારાણ સાહસના આ કાર્ય માટે, તેમણે મરણોપરાંત વાયુ સેના પદક (વીરતા)થી સન્માનિત કરવામાં આવ્યા. તેમના સર્વોચ્ચ બલિદાને તે સુનિશ્ચિત કર્યું કે તેમનું નામ ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં સદૈવ અંકિત રહેશે.

13 જુલાઇ 2024ના રોજ, એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ વરિષ્ઠ મહાનુભાવો, બહાદુર જવાનના પરિવારો, દિગ્ગજો અને સેવા આપતા IAF અધિકારીઓ સાથે સ્ટેશન વોર મેમોરિયલ ખાતે રાષ્ટ્રની સેવામાં તેમના જીવનની આહુતિ આપનાર શહીદ થયેલા તમામ વાયુ યોદ્ધાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વાયુસેનાના પ્રમુખે તેમના પરિવારજનોને સન્માનિત કર્યા અને તેમની સાથે વાતચીત કરી.

એક અદભૂત એર શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં આકાશ ગંગા ટીમ દ્વારા પ્રદર્શન અને જગુઆર, Su-30 Mkl અને રાફેલ ફાઇટર એરક્રાફ્ટ દ્વારા એરિયલ ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. શહીદ થયેલા નાયકોની યાદમાં Mi-17 V5 દ્વારા "મિસિંગ મેન ફોર્મેશન" ઉડાવવામાં આવ્યું હતું. એર વોરિયર ડ્રીલ ટીમ અને એર ફોર્સ બેન્ડ દ્વારા પ્રદર્શન સાથે IAF હેલિકોપ્ટર જેમ કે Mi-17 V5, ચિતા, ચિનૂકનું સ્થિર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને 5000થી વધુ દર્શકોએ નિહાળ્યો, જેમાં શાળાના બાળકો, સહારનપુર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, નિવૃત્ત સૈનિકો, મહાનુભાવ નાગરિકો અને રૂડકી, દેહરાદૂન અને અંબાલાના સંરક્ષણ દળોના કર્મચારીઓ સામેલ હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2033118) Visitor Counter : 57