વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

નવું કોમ્પેક્ટ યુટિલિટી ટ્રેક્ટર - સીમાંત અને નાના ખેડૂતોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં મદદ કરી શકે છે

Posted On: 28 JUN 2024 11:28AM by PIB Ahmedabad

નાના અને સીમાંત ખેડૂતો માટે નવા વિકસિત કોમ્પેક્ટ, સસ્તું અને સરળતાથી ચાલી શકે તેવું ટ્રેક્ટર ખર્ચ ઓછો રાખીને કૃષિ ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. એક MSMEએ ખેડૂતોને સપ્લાય કરવા માટે ટ્રેક્ટરના મોટા પાયે ઉત્પાદન માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.

ભારતમાં 80%થી વધુ ખેડૂતો સીમાંત અને નાના ખેડૂતો છે. તેમાંની મોટી વસ્તી હજુ પણ બળદ સંચાલિત ખેતી પર નિર્ભર છે જેમાં ઓપરેશનલ ખર્ચ, જાળવણી ખર્ચ અને નબળું વળતર એક પડકાર છે. જો કે પાવર ટીલર બળદથી ચાલતા હળની જગ્યા લઈ રહ્યા છે, પરંતુ તેને ચલાવવા ભારે બોજારૂપ છે. બીજી તરફ ટ્રેક્ટર નાના ખેડૂતો માટે અયોગ્ય છે અને મોટાભાગના નાના ખેડૂતો માટે પરવડે તેમ નથી.

આ પડકારોને સંબોધવા માટે, CSIR-સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR- CMERI) DSTના SEED વિભાગના સમર્થનથી સીમાંત અને નાના ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓછા હોર્સપાવર રેન્જનું એક કોમ્પેક્ટ, સસ્તું અને સરળતાથી મેન્યુવરેબલ ટ્રેક્ટર વિકસાવ્યું છે.

તેઓએ કેટલાક હાલના SHGમાં ટેક્નોલોજીનો પ્રચાર કર્યો છે, અને ખાસ કરીને આ ટેક્નોલોજી માટે  વિશેષ રુપથી નવા SHG બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. CSIR- CMERI મોટા પાયે ઉત્પાદન માટે સ્થાનિક કંપનીઓને તેનું લાઇસન્સ આપવાની પણ ચર્ચા કરી રહ્યું છે, જેથી તેનો લાભ સ્થાનિક ખેડૂતો સુધી પહોંચી શકે.

ટ્રેક્ટરને 9 એચપી ડીઝલ એન્જિન સાથે વિકસિત કરાયું છે જેમાં 8 ફોરવર્ડ અને 2 રિવર્સ સ્પીડ, 540 આરપીએમ સાથે 6 સ્પ્લીનની સાથે પીટીઓ છે. ટ્રેક્ટરનું કુલ વજન આશરે 450 કિલોગ્રામ છે, જેમાં આગળ અને પાછળના વ્હીલ અનુક્રમે ક્રમશઃ 4.5-10 અને 6-16 છે. વ્હીલબેઝ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ટર્નિંગ ત્રિજ્યા અનુક્રમે 1200 મિમી , 255 મિમી અને 1.75 મીટર છે.

તેનાથી ખેતીમાં ઝડપ આવી શકે છે, બળદગાડાથી ખેતી કરવામાં અનેક દિવસો લાગે છે, જ્યારે થોડા કલાકોમાં જ ખેતી પૂરી થઈ જાય છે અને ખેડૂતોની મૂડી અને જાળવણી ખર્ચ પણ ઘટાડે છે.

આથી, સસ્તું કોમ્પેક્ટ ટ્રેક્ટર નાના અને સીમાંત ખેડૂતો માટે બળદથી ચાલતા હળની જગ્યા લઈ શકે છે.

આ ટેક્નોલોજીનું નિદર્શન નજીકના ગામોમાં અને વિવિધ ઉત્પાદકોની સામે કરવામાં આવ્યું હતું. રાંચી સ્થિત MSMEએ ટ્રેક્ટરના મોટા પાયે ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપીને તેના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. તેઓ વિવિધ રાજ્ય સરકારના ટેન્ડરો દ્વારા સબસિડીવાળા દરે ખેડૂતોને વિકસિત ટ્રેક્ટર સપ્લાય કરવાની યોજના ધરાવે છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2029271) Visitor Counter : 57